કાલુપુરમાં બંધ ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં આધેડની લાશ મળી

Files Photo
(પ્રતિનિધિ) અમદાવાદ: કાલુપુરમાં આવેલી બાકરઅલીની પોળના નાકે આવેલા મકાનમાંથી રહીશની લાશ મળતાં ચકચાર મચી છે. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કાલુપુર પાંચ પટ્ટી બાકરઅલીની પોળના નાકે એક મકાનમાં શબ્બીર મીઠાઈવાલા (પર) રહેતા હતા જે છુટક વેપાર કરતા હતા બે દિવસથી તેમનું ઘર બંધ રહેતા રહીશોએ પોલીસને જાણ કરતાં સીડીમાંથી તેમની લાશ મળી આવતા બધા ચોંકી ગયા હતા.
આ અંગે કાલુપુર પીઆઈ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે તે એકલવાયા રહેતા હતા પ્રાથમિક તબકકે સીડી પરથી લપસીને પડ્યા હોય તેમ લાગી રહયુ છે અને અન્ય કોઈ ઈજાના નિશાન નથી જાેકે ખરું કારણ પીએમ રીપોર્ટ બાદ સામે આવશે.