કાલુપુરમાં વેપારીની નજર ચૂકવી દોઢ લાખ રૂપિયાની ચોરી
અમદાવાદ : કાલુપુરમાં વેપારીની કારમાં પંચર પાડીને તેમની કારમાંથી ધંધાના રૂપિયા દોઢ લાખની વધુ ભરેલી બેગ તસ્કરો ઉઠાવી જતા ચકચાર મચી છે. બજારમાં દુકાનાં ધરાવતા નરેશભાઈ સેહેરા (૪૨) વસ્ત્રાપુર ખાતે રહે છે ગુરુવારે રાબેતા મુજબ દુકાને આવેલા નરેશભાઈ રાત્રે આઠ વાગ્યે બે દિવસના વકરાની રોકડ રૂપિયા એક લાખ સાહીઠ હજાર બેગમા મૂકી તે બેગ કારમા આગળની સીટમાં મુકી હતી.
દરમિયાન પાછળના ટાયરમાં પંચર જાતા પંચર કરાવવા ગયા હતા જ્યા તેમની નજર ચૂકવી અજાણ્યા શખ્શે તેમની રૂપિયા ભરેલી બેગ ચોરી લીધી હતી જેના પગલે નરેશભાઈ પુછપરછ કરી હીત પરતુ કોઈ અણસાર ન મળતાં છેવટે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.