કાલુપુર અનાજ બજારમાંથી ચોખાની ચોરી કરતી શાતિર ટોળકી ઝડપાઈ
(એજન્સી) અમદાવાદ, શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા અનાજ બજારમાંથી તુવેરદાળ, ચોખા, ઘઉં સહિતના અનાજની ચોરી થતી હોવાની અનેક ફરીયાદો સામે આવી છે.
થોડાક દિવસ પહેલાં તુવેરદાળની ચોરી કરતી ટોળકી ઝડપાઈ હતી ત્યારે ગઈકાલે દરિયાપુર પોલીસે ચોખાના કટ્ટાની ચોરી કરતી ગેંગને ઝડપી લીધી છે. ચોરેલી રીક્ષામાં આવીને ટોળકી ચોેખાના કટ્ટા ચોરતી હતી અને બાદમાં સસ્તા ભાવે બજારમાં વેચી દેતી હતી.
દરિયાપુર પોલીસ સ્ટેશનમાં થોડાક દિવસ પહેલાં અનાજના વેપારીએ ૧૩ ચોખાના કટ્ટાની ચોરી થઈ હોવાની ફરીયાદ કરી હતી. ફરીયાદના આધારે પોલીસની ટીેમે તપાસ કરી હતી પરંતુ કોઈ ચોક્કસ પરિણામ નહીં આવતા સીસીટીવીના આધારે તપાસ કરવાનું શરૂ કર્યુ હતુ.
જાહેર રોડ ઉપર પણ લગાવેલા સીસી ટીવી કેમેરાના ફૂટેજને પોલીસેેે કંટ્રોલ રૂમમાં જઈને દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ચેક કર્યા હતા. જેમા સામે આવ્યુ હતુ કે ત્રણ અજાણ્યા શખ્સો નંબર પ્લેટ વગરની રીક્ષા લઈને આવ્યવા હતા અને ૧૩ કટ્ટાની ચોરી કરી હતી.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી તો જાણવા મળ્યુ હતુ કે દાણીલીમડા વિસ્તારમાં રહેતો મહમ્મદ હમીદ સૈયદ, અલ્તાફ સયદ અને જમાલપુરમાં રહેતા મહમ્મદ બિસ્મિલ્લાહેેે ચોખાની ચોરી કરી હતી.
પોલીસે મહમ્મદ હમીદ અને અલ્તાફની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી જેમાં સામે આવ્યુ હતુ કે ચોરેલા ચોખાના ક્ટ્ટા અલ્તાફે પોતાના ઘરમાં જ છુપાવીને રાખ્યા હતા. પોલીસે ચોખાના કટ્ટા કબજે કરી લીધા હતા.
જ્યારેે બિસ્મિલ્લાહ ક્યાં છે તે મામલે પૂછપરછ કરી હતી બંન્ને આરોપીએ જણાવ્યુ હતુ કે બિસ્મિલ્લાહનુૃં થોડાક દિવસ પહેલાં જ રોડ અકસ્માતમાં મૃત્યુ થયુ છે. જેની ફરીયાદ એમ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પોલીસેે ચોખા ચોરી કાંડમાં બે શખ્સની ધરપકડ કરીને ઉંડાણપૂર્વક તપાસ કરી હતી.જેમાં સામે આવ્યુ હતુ કે બંન્ને આરોપીઓ વિરૂધ્ધ ચોરીના અનેક ગુના દાખલ થયા છે. આરોપીઓએે ચોખા ચોરી કરવા માટે જે નંબર પ્લેટ વગરની રીક્ષાનો ઉપયોગ કર્યો હતો તે પણ ચોરીની જ રીક્ષા હતી.