કાલુપુર અને સારંગપુર વિસ્તારમાં જરૂરિયાત મંદોને ફૂડ પેકેટનું વિતરણ
અમદાવાદ, સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાયરસને કારણે સમગ્ર ગુજરાતમાં પણ જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. લોકડાઉનને કારણે ગરીબોની હાલત કફોડી બની ગઈ છે. આવા સમયે પોલિસના જવાનો તેમની મદદે આગળ આવ્યા છે. સતત ખડેપગે રહેતી અમદાવાદ પોલિસના જવાનોની ટ્રાફિક પૂર્વ વિભાગ દ્વારા કાલુપુર અને સારંગપુર વિસ્તારમાં રોજે-રોજ જરૂરિયાત મંદોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના અને ખાસ કરીને રોજે રોજ કમાઈને ખાતા ગરીબ લોકોને ફૂડ પેકેટનું વિતરણ પોલિસના જવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.