કાલુપુર બેંક સાથે ચાર શખ્સો દ્વારા ૩.૮૯ કરોડની ઠગાઈ

પ્રતિકાત્મક
અમદાવાદ, શહેરમાં ગુનાખોરી એટલી હદે વધી છે કે ગુનેગારો ક્યાંય પણ ગુનો કે ચોરી કરી શકે છે . ચોરી કરવા માટે હવે બઁકને પણ છોડી નથી . શહેરની ખ્યાતનામ બેન્કને ખોટા પુરાવા આપીને લોન મંજૂર કરી તેની રકમ ભરપાઈ કરયા વગર મિલકત અને મશીનરી બરોબર વેચીને ફરાર થઈ ગયા હતા .
બનાવની જાણ થતા બેન્ક મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરની કાલુપુર કોમર્શિયલ કો. ઓપરેટીવ બેંકની ખોખરા બ્રાંચમાં વર્ષ ૨૦૨૧માં ચાર શખ્સોએ ધંધાના કામ અર્થે વર્ષ ૨૦૨૧થી ૨૦૨૩ સુધીમાં રૂ.૫.૦૫ કરોડની લોન મંજૂર કરાવી ત્યારબાદ થોડા વર્ષો સુધી નિયમિત તેની ભરપાઈ કરવામાં આવતી હતી.
પરંતુ અચાનક એક દિવસ તેં ભરવાનું બંધ કરી દેતા બેન્ક દ્વારા તેની તપાસ કરવામાં આવતા બધી હકીકત સામે આવી હતી. વધુ માહિતી મુજબ શરૂઆતમાં થોડા વર્ષ સુધી લીધેલી લોનના રૂપિયાની ભરપાઈ કરવામાં આવી હતી અને બાદમાં હપતાની ભરપાઈ કરવાનું બંધ કરી દીધું હતું. જ્યારે બેંક દ્વારા પ્રોપર્ટી સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી
ત્યારે જાણ થઈ કે બેંકમાં ગેરંટી માટે જે દસ્તાવેજો, પ્રોપર્ટી તથા અન્ય ચીજવસ્તુઓ જેવી કે મશીનરી તે તમામ બેંકની જાણ બહાર બરોબર વેચી નાંખી હતી. ચાર આરોપીએ વર્ષ ૨૦૨૧થી ૨૦૨૩ સુધીમાં માત્ર રૂ.૧.૨૫ કરોડની ભરપાઈ કરી અને બાકીના રૂ.૩.૮૯ કરોડની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે.આ અંગે બેંકના મેનેજરે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
ખોખરામાં આવેલી કાલુપુર કોમર્શિયલ કો.ઓપરેટીવ બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતા મનોજ વર્માએ નોંધાવેલી ફરિયાદમાં વિગતો એ મુજબની જાણવા મળી રહી છે કે બેંક દ્વારા ચાર પ્રકારની યોજનાઓ હેઠળ સરળ વ્યાજે નાણાં ધિરાણ આપવામાં આવે છે.