કાલુપુર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેને ચઢવા જતા મહિલાનો પગ લપસ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/kalupur-railway-station.jpg)
File Photo
અમદાવાદ : કાલુપુર રેલવે સ્ટેશન પરની ઘટના ચાલુ ટ્રેને ચઢવા જતા મહિલાનો એક મહિલાનો પગ લપસ્યો હતો. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 10 પર ગુરૂવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ એક મહિલા ટ્રેન ઉપડયા પછી ચઢવા જતી હતી. તે સમયે તેનો પગ અચાનક લપસી જતાં તે પડી ગઈ હતી. જો કે આસપાસના લોકોએ તેને જોતાં જ સમયસૂચકતા વાપરી પોલીસે અને લોકોએ મહિલાનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના cctv માં કેદ થઈ ગઈ હતી. (જૂઓ વિડીયો)
મહિલા ટ્રેનમાં બેસવા જતા પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચેની જગ્યાએ પડી ગઇ હતી. જાણવા મળતી માહિતી મુજબ મહિલા ગુરૂવારે રાત્રે 10 વાગે અમદાવાદ – સોમનાથ એક્સપ્રેસમાં વેરાવળ જઈ રહી હતી. જો કે તે પહોંચે તે પહેલાં જ ટ્રેન ઉપડી રહી હતી, મહિલા બોગીના દરવાજા તરફ દોડીને ચઢવા જઈ રહી હતી ત્યારે અચાનક જ પગ લપસતાં પડી હતી.
જો કે મહિલાને કોઈ ઈજા થઈ નથી અને આસપાસના લોકો તેમજ પોલિસના જવાનનો મહિલાએ આભાર માન્યો હતો.