કાલુપુર સ્વામીનારાયણ મંદિર દ્વારા પોલીસ જવાનો માટે ભોજન વ્યવસ્થા કરાઈ
(તસવીરોઃ જયેશ મોદી) અમદાવાદ, શહેરમાં કોરોનાના કહેર વચ્ચે રાત દિવસ એક કરીને ફરજ બજાવતાં પોલીસના જવાનો તેમજ સુરક્ષા દળના જવાનોના ભોજન માટે કાલુપુર સ્વામીનારાયણ મંદિર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં તમામ દુકાનો, ખાણીપીણીની દુકાનો બંધ હોવાને કારણે પોલીસના જવાનોને પીવાના પાણી તેમજ ભોજનની તકલીફ પડી રહી છે. લોકડાઉનને કારણે લોકો બહાર નીકળી શકતાં હોવાના કારણે રસ્તા પર ભર ગરમીમાં ફરજ બજાવતાં પોલીસના જવાનોને પાણી અને ભોજનની તકલીફ ન પડે તે માટે કેટલીક સામાજીક સંસ્થાઓ પણ આગળ આવી રહી છે.