કાલે સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની ઉજવણી
(પ્રતિનિધિ) અમદાવાદ : સ્વાતંત્ર દિન અને રક્ષાબંધન એક સાથે આવતી કાલે તા.૧પમી ઓગસ્ટના દિવસે હોવાથી તેની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે રાજયભરમાં સ્વતંત્રતા દિવસે ઠેરઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવનાર છે જયારે બીજીબાજુ રક્ષાબંધન નિમિતે ભાઈઓને રાખડી બાંધવા બહેનોમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહયો છે રાખડીઓના બજારમાં આજે પણ ભારે ભીડ જાવા મળી રહી છે.
તા.૧પમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ની કલમ હટાવી દીધા બાદ સમગ્ર રાજયમાં સ્વતંત્રતા દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવનાર છે અને આ માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે કાશ્મીર જાય તેવી સંપૂર્ણ શક્યતા છે જાકે સત્તાવાર તેમનો કાર્યક્રમ બપોર બાદ જાહેર થવાનો છે આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં લાલકિલ્લા પર ધ્વજવંદન કરાવવાના છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધ્વજવંદન કરાવવાના છે ત્યારે છોટાઉદેપુરમાં ઠેરઠેર રોશની કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજયભરમાં સ્વૈચ્છિક સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ તથા અન્ય સ્થળોએ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવવાનો છે. શહેરભરમાં ૧પમી ઓગસ્ટ નિમિત્તે ઠેરઠેર તિરંગા જાવા મળી રહયા છે.
સ્વાતંત્ર દિન ઉપરાંત રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવતીકાલે જ હોવાથી નાગરિકોમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહયો છે ભાઈને રાખડી બાંધવા માટે બહેનો ઉત્સાહીત બની છે અને આજે પણ બજારમાં રાખડી ખરીદવા માટે મહિલાઓની ભારે ભીડ જાવા મળી રહી છે આ ઉપરાંત ધાર્મિક સ્થાનોમાં પણ અનોખા શણગાર કરવામાં આવી રહયા છે.