કાલોલના બોરૂ ગામે નિંદ્રાધીન પરિવારને બંધક બનાવી ૨.૩૬ લાખની લુંટ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) કાલોલ તાલુકાના બોરૂ ગામે ધરમાં નિંદ્રાધીન પરીવારને તલવાર અને લાકડા સાથે આવેલ લુંટારૂ ટોળકીએ બંધક બનાવી ધર માંથી ૧.૭૧ લાખની રોકડ તેમજ ૭૦ હજારના દાગીનાની લુંટ ચલાવી ફરાર થયા
આ બાબતે કાલોલ પોલીસને જાણ કરતાં કાલોલ પોલીસ , એલ.સી.બી. પોલીસ તેમજ એફએસએલની ટીમો ઘટના સથળે પહોંચી લુંટારૂઓનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે .
પ્રાપ્ત વિગતો પ્રમાણે કાલોલ તાલુકાના બોરૂ ગામે રહેતા રાજેન્દ્ર ઉર્ફે રાજેન્દ્ર બુધાભાઇ ભોઈના ધરે રાત્રી ૧.૩૦ થી ૩.૦૦ વાગ્યા દરમિયાન લાકડા અને તલવાર જેવા હથિયારો લઈ આવી લુંટારૂઓએ ઘરની સાઈડમાં દિવાલ ઉપર લાકડાની સીડી ટેકવી ઉપર ચડી દાદર મારફતે ઘરમાં ઘુસી ગયા હતા
અને નિંદ્રાધીન રાજુભાઇ ભોઈની છાતી ઉપર તલવાર મુકી ધમકાવી તેમજ ધરના અન્ય પરીવારને લાકડા અને તલવારથી મારી નાખવાની ધમકી આપી બંધક બનાવ્યો હતો અને ફરિયાદીના હાથે પહેરેલ ચાંદીનું કડુ લીધું હતું અને લુંટારૂ ટોળકીને તિજાેરીમાં લોકરમાં રાખેલ ૧,૭૧,૦૦૦ / -રૂપીયા સોના ચાંદીના દાગીનામાં અછોડો કિંમત રોકડા ૧,૫૦,૦૦૦ / -રૂપીયા ,
સવા તોલાનો અછોડો ૧૦,૦૦૦ / , સોનાની લોકીટ રૂા .૨૦,૦૦૦ / – , ચાંદીની ઝાંઝરી બે નંગ કિંમત ૧૦,૦૦૦ / – , સોનાની બુટ્ટી નંગ – એક ૫,૦૦૦ / -રૂપીયા મળી કુલ ૨,૩૬,૦૦૦ / રૂપીયાના મુદ્દામાલની લુંટ કરી ફરાર થઇ ગયા હતા . લુંટારૂઓ લુંટ ચલાવવાની ઘટના અંગે કાલોલ પોલીસ મથકે રાજેન્દ્રભાઈ ભોઈ દ્વારા ફરીયાદ કરતાં કાલોલ પોલીસ , એલ.સી.બી. પોલીસ અને એફએસએલ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને લુંટારૂ ટોળકીનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે .