કાળજી રાખનાર સંતાનને વાલી વધુ સંપત્તિ આપી શકેઃ સુપ્રીમ
પેરેન્ટ્સની રોજની કાળજીને માત્ર સંપત્તિના સ્વાર્થની સાથે જાેડીને જાેઈ શકાય નહીં – ઓછી જવાબદારી લઇ રહેલા સંતાનો પર ચુકાદાની માઠી અસર થશે
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક અને દુરગામી ચુકાદો આપ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે દેખરેખ અને દરરોજની કાળજી લેનાર સંતાનને પેરેન્ટસ વધારે સંપત્તિ આપી શકે છે. સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ ચુકાદો આપતી વેળા કેટલાક મહત્વના તારણ પણ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યુ છે કે માતાપિતાની દેખરેખ વધારે કરનાર સંતાનને પેરેન્ટસ વધારે સંપત્તિ આપી શકે છે. કોર્ટે સુનાવણી કરતા કહ્યુ હતુ કે પેરેન્ટસની દરરોજની દેખરેખને માત્ર સંપત્તિના સ્વાર્થ સાથે જાડીને જાઇ શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે મોટી વયના પેરેન્ટસની દેખરેખ કરનાર શખ્સને પ્રોપર્ટીના મોટા હિસ્સાને આપી દેવાના સંબંધમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વેળા આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કોર્ટે કબુલાત કરી હતી કે જા કોઇ વરિષ્ઠ સભ્યોની દેખરેખ કરનાર સંતાનને માતા પિતા વધારે સંપત્તિ આપે તો આપી શકે છે. આને વયોવૃદ્ધ અવસ્થાનો લાભ લઇને સંપત્તિ પોતાના નામ પર કરવાના મામલા તરીકે જાઇ શકાય તેમ નથી. આ કેસ વર્ષ ૧૯૭૦ના દશકનો રહેલો છે.
આ કેસની વિગત એવી છે કે બાઇઓ વચ્ચે સંપત્તિને લઇને લાંબા સમયતી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ પર ચુકાદો આપતા જસ્ટીસ નવીન સિંહા અને જસ્ટીસ ઇÂન્દરા બેનર્જીએ કહ્યુ હતુ કે આ ચુકાદો વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યા બાદ આપવામાં આવ્યો છે. જજાની બેંચે કહ્યુ હતુ કે કોઇ પણ પુરાવા વગર આ તારણ પર પહોંચી શકાય નહીં કે સંપત્તિ કબજે કરવા માટે સેવા કરવામાં આવે છે. એવી સંતાન જે માતાપિતા પ્રત્યે અપેક્ષાકૃત જવાબદારી ઓછી સ્વીકારે છે તેમની તુલનામાં વધારે જવાબદારી લેનાર સંતાન પર આવા નિર્ણયની પ્રતિકુળ અસર થશે.
કોર્ટે કબુલાત કરી હતી કે માતાપિતાની દેખરેખ માત્ર સ્વાર્થના કારણે હોઇ શકે તેમ નથી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ છે કે કોઇ સંતાનને સંપત્તિનો મોટો હિસ્સો આપવાના આધાર પર આને જવાબદારી અદા કરવાની પ્રક્રિયા તરીકે જાઇ શકાય નહીં. સંપત્તિની વહેંચણીને લઇને છેલ્લા પાંચ દશકથી કેસ ચાલી રહ્યો હતો. પિતાના મોત બાદથી ભાઈઓની સંપત્તિની વહેંચણીને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. પિતાએ પોતાની સંપત્તિનો એક મોટો હિસ્સો એક પુત્રને આપી દીધો હતો. બીજા ભાઈએ આને પિતાની મોટી વયનો લાભ ઉઠાવી સંપત્તિ પોતાના નામ ઉપર કરાવી લેવાનો આક્ષેપ કર્યો હતો અને કોર્ટમાં રજૂઆત કરી હતી. ટ્રાયલ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ આ દાવાને ફગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે પણ નિચલી કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો.