કાળઝાળ ગરમીને કારણે ચકકર, ઝાડા-ઉલટીના કેસ એકાએક વધ્યા
(એજન્સી)અમદાવાદ, ઉનાળાની કાળઝારહ ગરમીમાં બેભાન થવાના કે ચકકર આવવાના કિસ્સા તેમજ ઝાડા ઉલટીના કેસ વધ્યા છે. ૧૦૮ એમ્બ્યુલન્સ ઈમરજન્સી સેવાને માર્ચ મહિનાની શરૂઆતમાં અમદાવાદમાં ઝાડા ઉલટીના રોજના ૩૦ જેટલા કોલ મળતાં હતા. જે માર્ચના અંત સુધીમાં વધીને રોજના ૩પ કોલ થયા છે. પહેલીથી ૧પમી માર્ચ સુધી ૪પપ કોલ મળ્યા હતા. એ પછી બાકીના ૧પ દિવસના અરસામાં પ૬૧ કોલ મળ્યા છે.
ગરમીના કારણે બેભાન થઈ જવા કે ચકકર આવવાના કિસ્સા પણ વધ્યા છે. માર્ચ મહીનાના શરૂઆતના ૧પ દિવસના અરસામાં ૧૦૮ ઈમરજન્સી સેવાની આવા રોજના ૪ર કેસ મળ્યા એપ્રિલ મહીનાના ત્રણ જ દિવસના અરસામાં આવા ૧૩૦ કોલ મળ્યા છે. આમ રોજના ૪૩ કોલ મળ્યા છે.
ગરમીના કારણે માંદગીના કિસ્સામાં ખાઈ કોઈ કોલ મળયા નથી. કારણ કે આવા કિસ્સામાં દર્દી જાતે જ હોસ્પિટલે જતાં હોય છે. અમદાવાદની સીવીલ હોસ્પીટલમાં જ સોમવારે ઓપીડીમાં એક જ દિવસમાં ત્રણ હજાર જેટલા દર્દીએ સારવાર મેળવી છે.
૧૦૮ને માથાના દુખાવાના માર્ચ મહીનામાં ૮૬ કોલ મળ્યા છે. આમ રોજના ત્રણ જેટલા કોલ માથાના દુખાવાના મળ્યા છે. અમદાવાદમાં માર્ચ મહીનાના ૧પ દિવસના અરસામાં કાર્ડીયાક-ચેસ્ટ પેનના રોજના ૩૪ કોલ મળ્યા હતા.