કાળિયાર કેસ મામલે રાજસ્થાન હાઈકોર્ટે સલમાનને આપી રાહત
મુંબઈ, કાળિયારના શિકાર કેસ મામલે બોલીવુડના દબંગ એક્ટર સલમાન ખાનને રાજસ્થાન હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સલમાન ખાને કાળિયાર કેસ મામલે ૩ અલગ-અલગ અરજીઓની સુનાવણી હાઈકોર્ટમાં કરવા માટે ટ્રાન્સફર પિટિશન દાખલ કરી હતી.
અને સલમાન ખાનની આ અરજી પર હાઈકોર્ટે મહોર મારી દીધી છે. એનો મતલબ કે, હવે આ કેસ મામલે તમામ સુનાવણી હાઈકોર્ટમાં જ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ૧૯૯૮માં કાંકાણી ગામમાં કાળિયારના શિકાર કેસ મામલે ટ્રાયલ કોર્ટે સલમાન ખાનને ટ્રાયલ કોર્ટે દોષી જાહેર કરીને પાંચ વર્ષની સજા પણ સંભળાવી હતી.
જ્યારે આર્મ્સ એક્ટમાં સલમાન ખાનને મુક્ત કરી દીધો હતો. ટ્રાયલ કોર્ટે ૫ વર્ષની સજા સંભળાવતાં સલમાન ખાને ચુકાદાની સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. બીજી બાજુ આર્મ્સ એક્ટમાં સલમાન ખાનને મુક્ત કરતાં આ ર્નિણય વિરુદ્ધ અપીલ કરી હતી.
જ્યારે સલમાન સામે ત્રીજી અરજી પૂનમચંદ દ્વારા કરવામાં આવી હતી. અને સેશન્સ કોર્ટમાં આ ત્રણેય અરજીઓ મામલે સુનાવણી ચાલી રહી હતી. પણ જાે કે, આ ત્રણેય અરજીઓ મામલે હાઈકોર્ટમાં ટ્રાન્સફર પિટિશન કરતાં કહ્યું હતું કે, આ ત્રણેય અરજીઓ એકબીજા સાથે જાેડાયેલી છે અને તેવામાં તમામ અરજીઓની સુનાવણી એકસાથે હાઈકોર્ટમાં કરવામાં આવે.
છેલ્લા બે દાયકાથી સલમાન ખાનના કાળિયારના શિકારનો કેસ ભારે ચર્ચાઓમાં રહ્યો છે. સલમાન ખાન પર આરોપ છે કે, ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન જાેધપુરના કાંકાણી ગામ નજીક ભગોડડા કી ધાની વિસ્તારમાં બે કાળિયારની હત્યા કરી દેવામાં આવી હતી.
આ કેસમાં સલમાનની સાથે-સાથે સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ અને તબુ સામે પણ સુનાવણી ચાલુ છે. આ ચારેય કલાકારોને મુકત કરી દેવાના ર્નિણય સામે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી છે. રાજસ્થાન હાઈકોર્ટમાં સલમાન ખાન ટ્રાન્સફર પિટિશનની સુનાવણી સમયે સલમાનની બહેન અલવીરા કોર્ટમાં હાજર રહી હતી.
કોર્ટે ટ્રાન્સફર પિટિશન ગ્રાહ્ય રાખતાં જ અલવીરાના ચહેરા પર રાહત જાેવા મળી હતી. સુનાવણી બાદ અલવીરા મુંબઈ પરત આવવા રવાના થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, સલમાનની બહેન અલવીરા કાળિયાર કેસ મામલે ચાલતી સુનાવણીઓ દરમિયાન જાેધપુર આવતી રહે છે.SSS