કાવા હાઇસ્કૂલમાં બાળલગ્ન નાબૂદી જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
નેત્રામલી: ઇડર તાલુકાના કાવા ગામની શ્રીમતી જે.પી.પટેલ હાઇસ્કૂલ ખાતે તારીખ ૨૦/૧૨/૨૦૧૯ ના રોજ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી ની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા સાબરકાંઠા ના સંયુક્ત ઉપક્રમે બાળલગ્ન નાબુદી અંગે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
જે કાર્યક્રમમાં કાવા ગ્રામ પંચાયતના સરપંચ પટેલ અમિતભાઈ ,શ્રીમતી જે પી પટેલ હાઇસ્કૂલના આચાર્ય પી.એમ.પટેલ ,કાવા પ્રાથમિક શાળાના આચાર્ય એસ કે પરમાર ,પૂર્વ સરપંચ પી ડી રાઠોડ ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેશોતર ના ડો હિતેશભાઈ તરુણભાઈ પટેલ , જશવંતસિંહ તથા સમાજના જુદી-જુદી જ્ઞાતિના આગેવાન શ્રીઓ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.એચ પટેલ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ એસ પાંડોર તેમજ અધિકારી અને કર્મચારી ગણ ચાઈલ્ડ લાઈન સાબરકાંઠા જિલ્લામાંથી બાળલગ્ન નાબુદ થાય તે હેતુથી સમાજના આગેવાનોને જાગ્રત કરવામાં આવ્યા હતા.