કાવ્યાને બર્થ ડે પર પતિએ ધમાકેદાર સરપ્રાઈઝ આપી
મુંબઈ, અનુપમા સીરિયલની એક્ટ્રેસ મદાલસા શર્માએ પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. મદાલસાને બર્થ ડે પર પતિ મિમોહ ચક્રવર્તી તરફથી સરપ્રાઈઝ મળી છે. બર્થ ડેની આગલી સાંજે જ મિમોહે મદાલસાને સરપ્રાઈઝ આપી હતી. પતિ મિમોહે આપેલી સરપ્રાઈઝ અંગે વાત કરતાં મદાલસાએ કહ્યું, અનુપમાના શૂટિંગમાંથી મને ત્રણ દિવસની રજા મળી છે.
તો મેં મારા પતિને આ વિશે જણાવ્યું પણ મને ક્યાં ખબર હતી કે, તે મારી બર્થ ડે માટે કંઈક પ્લાન કરી દેશે. તેણે મને કહ્યું કે, આપણે ગોવા જઈશું. આ સાંભળીને હું ખુશ થઈ ગઈ કારણકે બે-ત્રણ દિવસની ટ્રીપ અને ક્વોલિટી ટાઈમ વિતાવા માટે આનાથી વધુ સારી જગ્યા કઈ હોઈ શકે. પરંતુ ગઈકાલે જ્યારે અમે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે મને ખબર પડી કે મિમોહે માલદીવ્સની ટ્રીપ પ્લાન કરી છે.
મને સુખદ આશ્ચર્ય થયું અને તેની આ સરપ્રાઈઝ પસંદ પણ આવી. મને જરાય અંદાજાે નહોતો કે તેણે આ ટ્રીપ પ્લાન કરી છે. હાલ તો હું માલદીવ્સમાં છું અને મારા બર્થ ડે વેકેશનને માણી રહી છું. ગત વર્ષે મહામારીને પગલે મદાલસા જન્મદિવસ નહોતી ઉજવી શકી. તેણે કહ્યું, “ગયા વર્ષે કોઈના માટે કંઈપણ કરવું શક્ય નહોતું.
આ વર્ષે પણ આપણે સૌ ધીમે-ધીમે આગળ વધી રહ્યા છીએ. મને ખુશી છે કે, આ વર્ષે હું મારો બર્થ ડે મારા પાર્ટનર સાથે આટલા સુંદર સ્થળે ઉજવી રહી છું. છેલ્લા દોઢ વર્ષથી કોરોનાને લીધે પ્રતિબંધો મૂકાયા હોવાથી અમે ક્યાંય જઈ નહોતા શક્યા. એક વર્ષથી વધુ સમય બાદ આ અમારી પહેલી ટ્રીપ છે ત્યારે મને ખાતરી છે કે આ સારી જ રહેશે.
એક દિવસ અગાઉ જ મદાલસાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એરપોર્ટ અને ફ્લાઈટમાં બેઠા હોવાનો વિડીયો શેર કર્યો હતો. તેણે વિડીયો શેર કરતાં લખ્યું, “ચાલો જઈએ. બર્થ ડેની પૂર્વ સંધ્યાએ સરપ્રાઈઝ મળી. કયું ડેસ્ટિનેશન છે, વિચારો?SSS