Western Times News

Gujarati News

કાવ્યા રિયલ લાઈફમાં સસરા મિથુન ચક્રવર્તીની લાડકી છે

મુંબઈ, અનુપમા સીરિયલમાં કાવ્યાનો રોલ કરતી એક્ટ્રેસ મદાલસા શર્માને થોડા મહિના પહેલા સસરા મિથુન ચક્રવર્તી તરફથી સેટ પર સરપ્રાઈઝ આપવામાં આવી હતી. મિથુન ચક્રવર્તી ફિલ્મ સિટીમાં શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓ એકાએકા અનુપમાના સેટ પર પુત્રવધૂને મળવા પહોંચી ગયા હતા.

આ વિશે વાત કરતાં મદાલાસાએ કહ્યું, મને ખબર જ નહોતી કે તેઓ ફિલ્મસિટીમાં શૂટિંગ કરી રહ્યા છે અને તેમણે મારા શોના સેટ પર આવવાનો પ્લાન બનાવ્યો છે. તેમણે અને મારા સાસુ (યોગિતા બાલી)એ સેટ પર આવીને મને સરપ્રાઈઝ આપવાનો પ્લાન બનાવ્યો હતો.

તેમને જાેઈને મને ખૂબ આનંદ થયો હતો. સેટ પર બધા જ તેમને જાેઈને ખુશ હતા. અનુપમા સીરિયલમાં મદાલસા શર્માનું પાત્ર કાવ્યા ગ્રે શેડનું છે અને તેને આ ભજવવામાં મજા આવે છે. મદાલસાના સાસુ-સસરા તેની સીરિયલ જાેવે છે અને તેના પાત્ર વિશે શું વિચારે છે? આ વિશે વાત કરતાં મદાલસાએ કહ્યું, “મારા સાસુ મને શોમાં જાેઈને ખૂબ ખુશ થાય છે.

મને લાગે છે કે, કાવ્યા આર્ત્મનિભર છે અને તેને જે જાેઈએ છે તે મેળવવા માટે કંઈપણ કરી છૂટે છે. આપણે બધા પણ અસલ જિંદગીમાં આવા જ છીએને. મારા મમ્મી-પપ્પા અને સાસુ-સસરા બંનેને મને શોમાં જાેવી ગમે છે. મારા પતિ મિમોહને પણ મારું પાત્ર ગમે છે.

જાેકે, મદાલસા પરિવાર સાથે હોય ત્યારે કામ અંગે ખાસ ચર્ચા કરતી નથી. ઘરે આખો પરિવાર સાથે મળીને કામ સિવાયની વાત કરે છે. “અમે બહારની દુનિયાથી એકદમ દૂર થઈ જઈએ છીએ અને માત્ર પરિવાર પર ધ્યાન આપીએ છીએ. હા પણ જ્યારે મારે એક્ટિંગ ટિપ્સ કે કોઈ સલાહ જાેઈતી હોય તો અમે ચર્ચા કરીએ છીએ પરંતુ તેના સિવાય અમે કામ અંગે કોઈ વાત નથી કરતા, તેમ એક્ટ્રેસે ઉમેર્યું.

ઉલ્લેખનીય છે કે, મિથુન ચક્રવર્તીએ જ પુત્રવધૂ મદાલસાને ટીવીમાં કામ કરવાની સલાહ આપી હતી. અગાઉ મદાલસા કહી ચૂકી છે કે, સસરાની સલાહ બાદ જ તેણે ‘અનુપમા’માં કાવ્યાનો રોલ સ્વીકાર્યો હતો. આજે તે ઘર-ઘરમાં જાણીતું નામ બની ગઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.