કાશમીરી પંડિતોને ધમકીઃ કાશમીર છોડી દો અથવા મરવા તૈયાર રહો
શ્રીનગર, જમ્મુ- કાશમીરમાં સરકારી સેવાઓમાં જાેડાયેલા કાશમીરી પંડિતોને આતંકવાદીઓ સતત નિશાન બનાવી રહ્યા છે. લશ્કર-એ-ઈસ્લામ નામના આતંકવાદી સંગઠને પુલવામાના હવાલ ટ્રાન્ઝિટ આવાસમાં રહેતા એક કાશમીરી પંડિતને ધમકી આપી છે.આતંકવાદીઓ દ્વારા જાહેર કરાયેલા પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે, ‘કાશમીરી પંડિતો ઘાટી છોડી દે અથવા મોત માટે તૈયાર રહે’.
પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, ‘તમામ માઈગ્રન્ટ વર્કર અને આરએસએસના એજન્ટો કાશમીર છોડી દો અથવા મૃત્યુનો સામનો કરવા તૈયાર રહો. જેઓ કાશમીરને બીજું ઈઝરાયલ બનાવવા ઈચ્છે છે અને કાશમીરી મુસ્લિમોને મારવા માંગે છે.
આવા કાશમીરી પંડિતો માટે અહીં કોઈ સ્થાન નથી. તમે ગમે તેટલી સુરક્ષા વધારો તમારુ મોત નક્કી છે.’ આ પોસ્ટર હવાલ ટ્રાન્ઝિટ હાઉસિંગના અધ્યક્ષને સંબોધીને લખવામાં આવ્યું છે.
તાજેતરમાં જ જમ્મુ-કાશમીરના બડગામમાં મહેસૂલ વિભાગના એક અધિકારીને આતંકવાદીઓએ ગોળી મારી હતી.તહસીલ ઓફિસમાં આતંકીઓએ રાહુલ ભટ્ટ નામના અધિકારીને નિશાન બનાવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાહુલનું મોત થયું હતું. રાહુલ એક કાશમીરી પંડિત હતો. જે લાંબા સમયથી મહેસૂલ વિભાગમાં કામ કરતો હતો.HS