કાશીના વિકાસ મોડેલને લાગુ કરવા ૧૨ રાજ્યોના મુખ્યમંત્રીઓને મોદીની સલાહ

નવી દિલ્હી, પીએમ મોદીના કાશીના પ્રવાસનો આજે બીજાે દિવસ છે અને આજે તેમણે ભાજપ શાસિત રાજ્યોના ૧૨ મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે મુખ્યમંત્રીઓને સંબોધન કરતા કહ્યુ હતુ કે, કાશીના વિકાસના મોડેલનો અભ્યાસ કરો અને તેને પોતાના રાજ્યોમાં લાગુ કરો.
તમારા રાજ્યોમાં તેના પ્રચાર પ્રસારની પણ જરુર છે.જુના શહેરોના મૂળ સ્વરુપને યથાવત રાખીને લોકો માટે સુવિધાઓ કેવી રીતે ઉભી કરી શકાય તેના પર ફોકસ કરવાની જરુર છે.
ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં તમામ સીએમમને પોતાના રાજ્યમાં ચાલી રહેલી એક મોટી યોજના અંગે વિસ્તારપૂર્વક જાણકારી આપવા માટે કહેવાયુ હતુ.પીએમ મોદી જે રાજ્યોમાં ભાજપની સરકાર છે ત્યાં કેવી કામગીરી ચાલી રહી છે તે પણ જાણવા માંગતા હતા અને એટલે તેમણે તમામ બાર સીએમની બેઠક યોજી હતી.
દરમિયાન બેઠકમાં તમામ મુખ્યમંત્રીઓએ પોતાના રાજ્યના વહિવટ અંગે પ્રેઝન્ટેશન આપ્યુ હતુ.સૌથી વધારે સમય યોગી આદિત્યનાથને અપાયો હતો. પીએમ મોદી બપોરે ૩-૩૦ વાગ્યે એક સભાને સંબોધવાના છે અને પાંચ વાગ્યે તેઓ દિલ્હી જવા રવાના થશે.SSS