Western Times News

Gujarati News

કાશીપુરવાલે બાબા નિરાલા “આશ્રમ ૨”માં બોબી દેઓલનો દબદબો

મુંબઈ: પહેલી સીરિઝમાં પોતાનો દબદબો બનાવ્યા બાદ કાશીપુરવાલે બાબા નિરાલા ફરી હાજર છે. હવે લોકો તેમના દરબારમાં માથું નમાવશે તો પહેલા કરતા વધુ રહસ્ય પણ ઘેરા બન્યાં છે. જી હાં, અમે વાત કરી રહ્યાં છીએ પ્રકાશ ઝાની ‘આશ્રમ ૨’ની. જેમાં બોબી દેઓલ ફરી બાબા નિરાલા તરીકે છવાઈ જવા તૈયાર છે. સ્ઠ પ્લેયરની બીજી સીરિઝ ‘આશ્રમઃ ચેપ્ટર ૨- ધ ડાર્ક સાઈડ’ના ટ્રેલરમાં પણ બાબાનો દબદબો જોવા મળે છે. ૧૧ નવેમ્બરથી સીરિઝ એમએક્સ પ્લેયર પર આવી રહી છે.

બીજી સીરિઝમાં પણ કેન્દ્ર તો બોબી દેઓલ જ છે. જેમણે પહેલી સીરિઝમાં પણ કાશીપુરવાલે બાબા નિરાલાનો દમદાર રોલ કર્યો હતો અને છવાઈ ગયો હતો. હવે ફરી એકવાર બાબા નિરાલા પોતાનો દમદાર પ્રભાવ દર્શકો પર છોડવા માટે તૈયાર છે. બીજા પાર્ટમાં પણ દર્શકોને રોમાંચ અને થ્રિલર સાથે આશ્રમના અનેક પાસાઓ અને રહસ્ય જાણવા મળશે.

જે પહેલી સીરિઝ કરતા વધુ ને વધુ ઘેરા બન્યાં છે. ટ્રેલરમાં જોવા મળથી ટેગલાઈન જ પૂછે છે કે ‘રક્ષક કે ભક્ષક’. ટ્રેલરમાં જ તમને કાશીપુરવાલે બાબા નિરાલા જે પોતાને ગોડમેન તરીકે ઓળખાવે છે તેના પ્રભાવની અસર જોવા મળશે. આશ્રમ’ની પહેલી સિઝનને દર્શકોનો ખૂબ જ ઉત્તમ પ્રતિસાદ સાંપડ્યો હતો. આ ઉપરાંત ક્રિટિક્સે પણ પહેલી સીરિઝને વખાણી હતી. હવે બીજી સિઝન પણ આશ્રમના કેટલાક એવા રહસ્યોને ઉજાગર કરશે જેથી દર્શકોને રોમાંચ થશે. આટલું જ નહીં પરંતુ તમને બાબાજીના કેરેક્ટરની એકદમ નજીક લઈ જશે જે પાવરના લોભ, સત્તાના લાલચુ અને મનીપાવરનો ઉપયોગ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.