કાશીપુરા ગામે પ્રવેશદ્વાર ખુલ્લો મુકાયો

કપડવંજ:કપડવંજ તાલુકાના કાશીપુરા ગામે સ્વ શ્રી મગનભાઈ કાળીદાસ સ્વ શ્રી રૂક્ષમણીબેન મગનભાઈ અને સ્વ શ્રી ગિરીશભાઈ કાંતિભાઈ પટેલ ના સ્મરણાર્થે શિવરાત્રી ના પવિત્ર દિવસે તેમના પુત્રો શ્રી મણીભાઈ શ્રી કાન્તીભાઈ શ્રી જયંતીભાઈ શ્રી નરોત્તમભાઈ અને વિષ્ણુભાઈ ના સૌજન્ય થી બનાવેલ પ્રવેશ દ્વાર કુટુંબની પાંચ બાલીકાઓ અને તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી પ્રેમીલાબેન તેમજ કપડવંજ નગર સેવાસદનના સદસ્યશ્રી મધુબેન નરોત્તમભાઇ પટેલના વરદ હસ્તે રીબીન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ નિમિત્તે આ સ્થળે સત્યનારાયણની કથા રાખવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો આજુબાજુના ગામના આગેવાનો અને સગા સંબંધી હાજર રહ્યા હતા