કાશ્મીરને લઈને ઈમરાને સોદો કર્યાનો મૌલાના ફજલુરનો આક્ષેપ

નવી દિલ્હી, પાકિસ્તાનના મુખ્ય વિપક્ષી ગઠબંધન પીડીએમના પ્રમુખ અને જમીયત ઉલેમા-એ-ઈસ્લામના પ્રમુખ મૌલાના ફજલુર રહમાને રવિવારે જણાવ્યું કે નિયંત્રણ રેખાની બંને બાજુ કાશ્મીરી વડાપ્રધાન ઈમરાન ખાન પાસેથી કોઈ આશા ન રાખશો. તેમણે ઈમરાન ખાનની સરકાર પર કાશ્મીરને લઈ સોદો કરવાનો આરોપ લગાવ્યો હતો.
ફજલુર રહમાને કહ્યું કે, ઈમરાન ખાન કાશ્મીરીઓ માટે કશું નહીં કરે. આંતરરાષ્ટ્રીય સમુદાય આના પર ધ્યાન આપે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ કાશ્મીરમાં ભારતીય સેનાની કાર્યવાહી વિરૂદ્ધ આકરા પગલા ભરવાની વિનંતી કરી હતી.
પીડીએમ પ્રમુખે જણાવ્યું કે, પાકિસ્તાને પોતે પોતાના હાથો વડે કાશ્મીર ભારતને આપ્યું છે. ‘આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે કે, આપણે પોતે જ કાશ્મીરને ભારતને સોંપી દીધું છે. હું કાશ્મીરના લોકોને સલાહ આપું છું કે, તેમણે પાકિસ્તાન સરકાર પાસેથી કોઈ આશા ન રાખવી જાેઈએ. આ સરકારે કાશ્મીરને લઈ એક ડીલ કરી છે પરંતુ અમે તમને નિરાશ નહીં કરીએ.’
તેમણે કહ્યું કે, જેયુઆઈ-એફ આગામી કાશ્મીર દિવસ પર ૫ ફેબ્રુઆરીના રોજ દેશભરમાં વિભિન્ન કાર્યક્રમનું આયોજન કરશે. આ દિવસે તેમની પાર્ટી જનતાને કાશ્મીર મુદ્દે લડાઈ માટે તૈયાર કરશે.
વધુમાં કહ્યું કે, ‘અમે સંયુક્ત રાષ્ટ્રને આ મુદ્દે જાગવા માટે કહીએ છીએ. અમે દુનિયાને કહીએ છીએ કે તે આ મુદ્દે પોતાની આંખો ખોલે. કાશ્મીરના લોકો પણ એટલા જ મનુષ્ય છે જેટલા વિશ્વના અન્ય હિસ્સાના લોકો છે.’SSS