કાશ્મીરમાંથી ત્રણ દિવસમાં સેંકડો પ્રવાસીઓનું પલાયન

શ્રીનગર,કાશ્મીરમાં જાણે ૯૦ના દાયકાનું પુનરાવર્તન થયુ હોય તેવા દ્રશ્યો ફરી સર્જાયા છે. કુલગામમાં બેન્ક મેનેજર વિજયકુમારની હત્યા બાદ કાશ્મીરમાંથી છેલ્લા ત્રણ દિવસમાં સેંકડો પ્રવાસીઓએ પલાયન શરૂ કરી દીધુ છે. માર્ચ બાદ આ ૧૨ મી ઘટના છે. જેમાં આતંકીઓએ કોઈ નાગરિકની હત્યા થઈ હોય, આ પરિસ્થિતિમાં પ્રવાસી હિન્દુ, કાશ્મીરી પંડીત અને તેમનો પરિવાર ડરના માર્યા ખીણ છોડી રહ્યા છે.આ પલાયને ફરી વર્ષ ૧૯૮૯ અને ૧૯૯૫ વચ્ચે થયેલા કાશ્મીરી પંડિતોના પલાયનની યાદ તાજી કરાવી છે.
છેલ્લા ૩ દિવસમાં કાશ્મીરી પંડીત કર્મચારીઓ અને તેમનાં પરિવારજનોને લઈને અનેક ગાડીઓ ખીણમાંથી રવાના થઈ છે. કાશ્મીરી પંડીતોનું કહેવું છે કે પોલીસે શ્રીનગરમાં ઈન્દ્રાનગર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. જેથી કોઈ કાશ્મીર છોડીને જઈ ના શકે. કર્મચારીઓનું પલાયન રોકવા માટે દરેક જગ્યાએ ચેક પોસ્ટ બનાવાઈ છે.વિરોધ કરી રહેલા કાશ્મીરી પંડીતોનાં કો ઓર્ડીનેટર અમિત રૈનાએ જણાવ્યું હતું કે ગત મહિને રાહુલ ભટ્ટની હત્યા બાદ અઢી હજાર કર્મચારીઓ કાશ્મીર છોડી ચૂકયા છે.
કાશ્મીરી પંડીતોનાં એક સમુહનું કહેવુ છે કે અમારા લોકોને કેમ કેદ કરવામાં આવે છે? પ્રશાસન પોતાની નિષ્ફળતાને કેમ છુપાવી રહ્યું છે. કાશ્મીરી પંડીતો સંઘર્ષ સમિતિએ જણાવ્યું હતું કે આજે તે મોટા પ્રમાણમાં જમ્મુ જવા પલાયન કરશે. કાશ્મીરી પંડીતોના પલાયન મુદ્દે આમ આદમી પાર્ટીએ ભાજપને ઘેરવાની તૈયારી કરી છે. પાર્ટી તરફથી રવિવારથી જંતર મંતરમાં વિરોધ પ્રદર્શન શરૂ થયુ છે. હવે તે અન્ય રાજયોમાં ફેલાશે.hs2kp