Western Times News

Gujarati News

કાશ્મીરમાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને સરપંચની હત્યા કરી

શ્રીનગર, કુલગામ જિલ્લાના અદુરા ગામમાં શુક્રવારે સાંજે આતંકવાદીઓએ સરપંચના ઘર પર હુમલો કરીને તેમની હત્યા કરી નાખી હતી. આતંકવાદીઓએ નજીકથી ગોળીબાર કર્યો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું.

શબ્બીરની પત્ની પણ અદુરાના વોર્ડ ૩માંથી પંચ છે. ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, પરંતુ આતંકીઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આતંકવાદીઓએ આ મહિનામાં અત્યાર સુધીમાં ત્રણ પંચાયત પ્રતિનિધિઓની હત્યા કરી છે.

પોલીસે જણાવ્યું કે અદુરા ગામમાં પહોંચેલા આતંકવાદીઓએ સરપંચ શબ્બીર અહેમદ મીરને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘવાયો હતો. આ પછી આતંકીઓ ધમકી આપીને ભાગી ગયા હતા.

ઘટના બાદ પરિવારના સભ્યો તેને તાત્કાલિક કુલગામ જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. મુઝફ્ફરે જણાવ્યું કે સરપંચને પેટમાં ગોળી વાગી હતી. તેને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

આતંકવાદીઓએ આ મહિનામાં અત્યાર સુધીમાં ત્રણ પંચાયત પ્રતિનિધિઓની હત્યા કરી છે. આ પહેલા ૯ માર્ચે શ્રીનગરના ખોનમુહમાં આતંકીઓએ ઘરમાં ઘૂસીને પીડીપી સરપંચ સમીર અહેમદ ભટની હત્યા કરી નાખી હતી. ૨ માર્ચે, કુલગામ જિલ્લાના કુલપોરા સરાંદ્રો વિસ્તારમાં, સ્વતંત્ર પંચ મોહમ્મદ યાકુબ ડારને આતંકવાદીઓએ ઠાર માર્યા હતા. તેને ઘરની બહાર નજીકથી ગોળી મારવામાં આવી હતી.

કાશ્મીરના ભાજપના મીડિયા પ્રભારી મંજૂર ભટે આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે આવા હુમલા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જાેઈએ.

પુલવામાના ચેવકલાન વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લીધો છે. આતંકવાદીઓ અંધારાનો લાભ ઉઠાવીને ભાગવામાં સફળ ન થાય તે માટે યોગ્ય લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.