કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા બંધ લોકોના ભેગા થવા પર પાબંદી

શ્રીનગર, અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના નિધન બાદ કાશ્મીર ખીણના મોટાભાગના વિસ્તારોમા લોકોના એકત્રિત થવા પર લગાવાયેલી પાબંદી જારી છે.
મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ શનિવારે સવારે ફરી બંધ કરી દેવાઈ છે. ગત રાતે ઈન્ટરનેટ સેવાઓ ફરી શરૂ કરી હતી. અધિકારીઓએ આ જાણકારી આપી. ગિલાની (૯૧)ની લાંબી બીમારી બાદ બુધવારે રાતે તેમના નિવાસમાં નિધન થઈ ગયુ હતુ.
જમ્મુ કાશ્મીરમાં ત્રણ દાયકાથી વધારે સમય સુધી અલગતાવાદી અભિયાનનું નેતૃત્વ કરનાર અને પાકિસ્તાન સમર્થક અલગાવવાદી નેતાને તેમના આવાસ નજીક એક મસ્જિદમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા. તેમના નિધન બાદ ખીણમાં સાવચેતીના ભાગરૂપે પ્રતિબંધ લાદવામાં આવ્યા.
અધિકારીઓએ જણાવ્યુ કે ખીણના મોટાભાગના વિસ્તારોમાં લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ લગાવાયો છે પરંતુ કેટલાક ભાગોમાં અવર-જવરમાં ઢીલ આપવામાં આવી છે.
શ્રીનગરના જૂના વિસ્તાર અને હૈદરપુરામાં પ્રતિબંધ જારી છે. ગિલાની હૈદરપુરાના રહેવાસી હતા. તેમણે જણાવ્યુ કે અહીં હૈદરપુરા વિસ્તારમાં ગિલાનીના આવાસ સુધી જનારા માર્ગ બંધ છે અને લોકોની અવરજવર રોકવા માટે અવરોધક લગાવાયા છે.
અધિકારીઓએ જણાવ્યુ કે કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા માટે મોટી સંખ્યામાં સેનાને તૈનાત કરવામાં આવી છે. ઈન્ટરનેટ સેવાઓ અને મોબાઈલ ટેલિફોન સેવાઓને બે દિવસ સુધી બંધ રાખ્યા બાદ શુક્રવારે રાતે ફરી શરૂ કરવામાં આવી છે. જાેકે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓને શનિવારે સવારે ફરીથી બંધ કરી દેવાઈ છે.
અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના નિધન બાદ પાકિસ્તાનમાં પણ રાજકીય શોકની જાહેરાત કરાઈ હતી.SSS