કાશ્મીરમાં ચાર દાયકા બાદ ફરીથી યુનાની કાલેજ શરૂ થઇ રહી છે
જમ્મુ: જમ્મુ કાશ્મીરના યુવાઓ માટે એક સારી અહેવાલો છે.કાશ્મીરમાં લગભગ ચાર દાયકા બાદ એકવાર ફરી યુનાની કાલેજ શરૂ થવા જઇ રહી છે. ગાંદરબલ જીલ્લાના નવાબાગ ક્ષેત્રમાં શરૂ થઇ રહેલ આ કોલેજમાં પહેલી બેંચ માચે પ્રવેશ પ્રક્રિયા પુરી થઇ ગઇ છે.
ઉપરાજયપાલ મનોજ સિન્હા ૨૨ માર્ચે તેનું ઉદ્ધાટન કરી શકે છે. તેના માટે કોલેજમાં તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.
કેન્દ્ર સરકારે કાશ્મીરમાં યુનાની મેડિકલ કોલેજ ખોલવા માટે વર્ષ ૨૦૧૦-૧૧માં મંજુરી આપી હતી ત્યારબાદ ગાંદરબલ જીલ્લાના નવાબાગ વિસ્તારમાં ૭૮ કનાલ ભૂમિ પર તેનું નિર્માણ જે કે હાઉસિંક બોર્ડે શરૂ કરાવ્યું હતું તેના ઉપર ૩૨.૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો વર્ષ ૨૦૧૬માં ઇમારતનું અડધુ કામ પુરૂ થવા પર આરોગ્ય અને ચિકિત્સા શિક્ષણ વિભાગે કોલેજમાં પહેલુ સત્ર શરૂ કરવા માટે મંજુરી માંગી પરંતુ સેન્ટ્ર કાઉસિલ ઓફ ઇન્ડિયન મેડિસિન હેઠળ સુવિધાઓ પુરી ન થવા પર મંજુરી ન મળી
પાંચ વર્ષની મહેનત બાદ ગત વર્ષ ડિસેમ્બરમાં યુનાની મેડિકલ કાલેજને આ સત્રથી શરૂ કરવાની મંજુરી આપવામાં આવી તેમાં ૬૦ વિદ્યાર્થીઓને પ્રવેશની મંજુરી મળી તેમાંથી ૧૫ ટકા બેઠકો કેન્દ્રીય પુલમાં રાખવામાં આવી હતી જેથી દેશના કોઇ પણ ભાગથી વિદ્યાર્થી પ્રવેશ લઇ શકે ત્યારબાદ બોર્ડ ઓફ પ્રોફેશનલ એટ્રેસ એગ્ઝામિનેશનને નીટના મેરિટના આધાર પર પસંદ કરવામાં આવ્યા અને ૬૦માંથી ૫૯ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા પુરી થઇ ગઇ છે.
સરકારે જમ્મુ કાશમીરમાં યુનાની પધ્ધતિે પ્રોત્સાહન આપવા માટે વર્ષ ૧૯૬૨માં પહેલી યુનાની મેડિકલ કોલેજ સ્થાપિત કરી હતી તેને જમ્મુ કાશ્મીરના તે સમયના વડાપ્રધાન બખ્શી ગુલામ મોહમ્મદે ખોલી હતી. તે સમયે ૨૦ વિદ્યાર્થીઓને જ તેમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો પરંતુ આ કાલેજ વધુ સમય ચાલી નહીં કોલેજની આંતરિક રાજનીતિને કારણે તેમાં વર્ષ ૧૯૬૭માં અંતિમ મેચને પ્રવેશ કર્યો હતો અને ૧૯૭૫માં તે પુરી રીતે બંધ કરી દેવામાં આવી હતી આ સમયે ત્યાં લલદદ હોસ્પિટલ છે ત્યાં પહેલા આ કોલેજ હતી.