કાશ્મીરમાં જે પણ થયું, તે કેવી રીતે થયું, કેમ થયું ? તેની તપાસ થવી જોઈએ: ફારૂક અબ્દુલ્લા

શ્રીનગર, કાશ્મીર ફાઇલ્સ , કાશ્મીરી પંડિતોના વિસ્થાપન અને જાતીય સફાઇ પર બનેલી ફિલ્મ, બોક્સ ઓફિસ પર દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. દરમિયાન, કાશ્મીરી પંડિતોના વિસ્થાપન માટે સૌથી મોટા જવાબદાર ગણાતા જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ આ ફિલ્મ પર પોતાનું મૌન તોડ્યું છે.
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે દરેક ફિલ્મની પોતાની વાર્તા હોય છે અને જરૂરી નથી કે દરેક ફિલ્મ સાચી જ હોય. તેથી સત્ય બહાર લાવવા માટે તપાસ જરૂરી છે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં જે પણ થયું, તે કેવી રીતે થયું? કેમ થયું? આ કોણે કર્યું? તેની તપાસ થવી જાેઈએ.
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે જાે સરકાર સત્ય બહાર લાવવા માંગતી હોય તો તેમણે સમગ્ર ઘટનાની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરાવવી જાેઈએ. તેમણે જમ્મુ-કાશ્મીરના તત્કાલીન રાજ્યપાલ જગમોહનની ફાઈલ ખોલવાની પણ માંગ કરી હતી.
ભાજપ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ટ્રૂથ ઓફ કાશ્મીરના વખાણના જવાબમાં ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે જાે સરકાર સત્ય બહાર લાવવા માંગતી હોય તો તેણે આ સમગ્ર ઘટનાની તપાસ કોઈ નિવૃત્ત સુપ્રીમ કોર્ટના જજ પાસેથી કરાવવી જાેઈએ.
હિજાબ વિવાદ પર કર્ણાટક હાઇકોર્ટના ર્નિણય પર પ્રતિક્રિયા આપતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે હિજાબ પહેરવું કે નહીં તે વ્યક્તિગત બાબત છે અને ઘણા દેશોમાં તેને ઇસ્લામનો આવશ્યક ભાગ માનવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે મંગળવારે નવી દિલ્હીમાં બીજેપી સંસદીય દળની બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરી પંડિતોની દુર્દશા પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે કાશ્મીરના જે સત્યને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે સત્ય ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં દર્શાવવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે વર્ષ ૧૯૮૯માં જ્યારે કાશ્મીર ખીણમાં ત્યાં રહેતા હિંદુઓનો નરસંહાર થયો ત્યારે તેઓને એક જ રાતમાં ઘર છોડીને ખીણમાંથી ભાગી જવાની ફરજ પડી હતી. તે સમયે જમ્મુ-કાશ્મીરના સીએમ ફારૂક અબ્દુલ્લ ા હતા.
એવો આરોપ છે કે જ્યારે કાશ્મીરી પંડિતોને ઘાટીમાં શોધીને મારી નાખવામાં આવી રહ્યા હતા અને મસ્જિદોમાંથી તેમને ખતમ કરવાના આદેશો જારી કરવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન ફારુક અબ્દુલ્લા આતંકવાદીઓ પર કાર્યવાહી કરવાને બદલે વિદેશ ચાલ્યા ગયા હતા અને કાશ્મીરી પંડિતોને તેમના હાલ પર મરવા માટે છોડી દીધા હતા.
કાશ્મીર પંડિતોનો આરોપ છે કે વિદેશથી પરત ફર્યા બાદ પણ ફારુક અબ્દુલ્લાએ કોઈ કાર્યવાહી કરી ન હતી અને ઉલટું હુમલાખોરોને પીડિત ગણાવતા રહ્યા હતા. અબ્દુલ્લા સરકાર અને મુફ્તી મોહમ્મદ સઈદના આશ્રયના કારણે કાશ્મીરી પંડિતોની ખુલ્લેઆમ હત્યા કરનારા બિટ્ટા કરાટે, યાસીન મલિક, સઈદ ગિલાની જેવા લોકો ખુલ્લામાં ફરતા હતા અને તેમને ક્યારેય સજા થઈ નથી.HS