Western Times News

Gujarati News

કાશ્મીરમાં પર્યટન પર ખૂબ ખરાબ અસર, પ્રવાસીઓની સંખ્યા ૮૬ ટકા ઘટી

નવીદિલ્હી, ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આર્ટીકલ ૩૭૦ની મોટાભાગની જોગવાઈઓ ખતમ કરીને જમ્મૂ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરવાને કારણે રાજ્યના પર્યટન પર ખૂબ ખરાબ અસર પડી છે. એક આરટીઆઈ દ્વારા મળેલ માહિતી પરથી આ વાત જાણવા મળી છે. ઓગસ્ટ ૨૦૧૯થી ડિસેમ્બર ૨૦૧૯ વચ્ચે કાશ્મીર આવતા પ્રવાસીઓની સંખ્યા મોદી સરકાર દ્વારા પ્રચાર કરવામાં આવતી કાશ્મીરની સામાન્ય સ્થિતિ હોવાના દાવાથી બિલકુલ વિપરિત છે. એટલે સુધી કે આ બાબતે મોદીના કેન્દ્રીય પર્યટન મંત્રી સંસદમાં ખોટું બોલ્યા છે.

૨ ઓગસ્ટ ૨૦૧૯એ સરકારે અચાનક એક નિવેદન જારી કરીને આંતકી ખતરાનો હવાલો આપતા અમરનાથ યાત્રા સ્થગિત કરી અને તમામ યાત્રાળુઓને કાશ્મીર ઘાટી છોડવાનું કહેવામાં આવ્યું. આ આદેશ ૯ ઓક્ટોબર ૨૦૧૯ સુધી લાગુ રહ્યો, જેને કારણે રાજ્યના પર્યટન પર ખુબ ઉંડી અસર પડી છે. કાશ્મીર પ્રવાસન વિભાગ પાસેથી આરટીઆઈ હેઠળ પ્રાપ્ત કરવામાં આવેલ જાણકારી અનુસાર, ઓગસ્ટે ૨૦૧૯માં પ્રવાસીઓની સંખ્યા ૧૦,૧૩૦ હતી. જેની તુલનામાં વર્ષ ૨૦૧૮માં પ્રવાસીઓની સંખ્યા ૮૫,૫૩૪ હતી અને ૨૦૧૭માં ૧,૬૪,૩૯૫ હતી.

આના આગલા મહિને સપ્ટેમ્બરમાં પ્રવાસીઓમાં વધુ ઘટાડો નોંધાયો અને આ સંખ્યા ગબડીને ૪,૫૬૨ પર પહોંચી ગઈ. ત્યારે ઓક્ટોબર ૨૦૧૯માં પ્રવાસીઓની સંખ્યા ફક્ત ૯,૩૨૭ હતી. નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પણ ઘણાં પ્રવાસીઓ મુલાકાતે આવ્યા. મળતી માહિતી મુજબ, આ મહિનાઓમાં પ્રવાસીઓની સંખ્યા માત્ર ૧૨,૦૮૬ અને ૬,૯૫૪ રહી.
તમામ આંકડા જોતા લાગે છે કે, ઓગસ્ટથી ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન માત્ર ૪૩,૦૫૯ પ્રવાસીઓ કાશ્મીર આવ્યા. આ સંખ્યા ગયા વર્ષ ૨૦૧૮ના ઓગસ્ટથી ડિસેમ્બર મહિનાની સરખામણીએ ૮૬ ટકા ઓછી છે. ઓગસ્ટ-ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન કાશ્મીરમાં કુલ ૩,૧૬,૪૨૪ પ્રવાસીઓ આવ્યા હતા. ત્યારે જો વર્ષ ૨૦૧૭ સાથે આની તુલના કરવામાં આવે તો આ સંખ્યા ૯૩ ટકા ઓછી છે. ઓગસ્ટ-ડિસેમ્બર ૨૦૧૭ દરમિયાન કાશ્મીરમાં ૬,૧૧,૩૪૫ પ્રવાસીઓ આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.