કાશ્મીરમાં પારો ગગડ્યો, પહેલગામ -8.4ડીગ્રી અને ગુલમર્ગમાં -7.5ડીગ્રી
જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષાને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 4 અને 5 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના અમુક વિસ્તારમાં ભારે વરસાદ અને બરફવર્ષાની ચેતવણી અપાઈ છે. ઉત્તર ભારતમાં પડી રહેલા બરફને કારણે ગુજરાત, રાજસ્થાનમાં તાપમાન નીચું ગયુ છે. #Srinagar recorded minus 5.9, #Pahalgam minus 8.4 and #Gulmarg minus 7.5 degrees Celsius as the minimum temperatures of the day.
બીજી બાજુ આકરી ઠંડી સહન કરી રહેલા દિલ્હી, ઉત્તરપ્રદેશ અને હરિયાણાના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન નિષ્ણાતોએ અનુમાન વ્યક્ત કરતાં કહ્યું કે 2થી 6 જાન્યુઆરી વચ્ચે વરસાદ પડી શકે છે. ઉત્તરપ્રદેશના શામલી, દેવબંદ અને સહારનપુરના અમુક વિસ્તારોમાં તેમજ આસપાસના ક્ષેત્રોમાં પણ હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
અફઘાનિસ્તાન અને તેની આસપાસ પશ્ર્ચિમી વિક્ષોભને કારણે આ પ્રકારનો ચક્રવાર્તી પ્રવાહ બન્યો છે. આગલા 48 કલાક દરમિયાન તેના મધ્ય પાકિસ્તાન તરફ આગળ વધવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે આ પ્રભાવોને કારણે 4થી 6 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં વરસાદ અથવા બરફવર્ષાનું અનુમાન છે.
ઉપરોક્ત રાજ્યો ઉપરાંત પંજાબ, ચંદીગઢ, પશ્ર્ચિમી ઉત્તરપ્રદેશ અને ઉત્તરી રાજસ્થાનમાં આગામી 24 કલાક ભૂક્કા કાઢી નાખતી ઠંડી પડવાની છે. રાજધાની દિલ્હીમાં તો 15 વર્ષમાં પહેલી વખત તાપમાન 1.1 ડિગ્રીએ પહોંચી ગયું છે તો ભારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે.
દિલ્હીની સફદરગંજ વેધશાળામાં ન્યુનત્તમ તાપમાન 1.1 ડિગ્રી નોંધાયું છે જે અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન છે. આ પહેલાં 8 જાન્યુઆરી 2006માં શહેરમાં ન્યુનત્તમ તાપમાન 0.2 ડિગ્રી નોંધાયું હતું.દરમિયાન કાશ્મીર અત્યારે બરફયુક્ત હવાઓની ઝપટે ચડી ગયું છે. સાફ મોસમ વચ્ચે ઠંડી હવાઓ શરીરને રીતસરનું ધ્રુજાવી રહ્યું છે. નવા વર્ષ પહેલાં પર્યટન સ્થળો સહિત અન્ય પર્વતીય ક્ષેત્રોમાં ભારે બરફવર્ષા થઈ છે. આ પછી બીજી વખત બરફવર્ષા થશે તો જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર માર પડી શકે છે.