કાશ્મીરમાં બરફવર્ષા બાદ ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો
નવીદિલ્હી, કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં આ મૌસમનો પહેલો બરફવર્ષા થયો જેને કારણે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો રાષ્ટ્રીય રાજધાનીમાં ઠંડી હવાઓ વચ્ચે ન્યુનતમ તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી સેલ્સિયસ ઓછુ ૬.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ જે ગત ૧૭ વર્ષમાં નવેમ્બરના મહીનામાં દાખલ કરવામાં આવેલ સૌથી ઓછું તાપમાન છે આંધ્રપ્રદેશ તમિલનાડુ અને પોડીચેરીમાં ચકર્વતા નિવાર આવવાની આશંકાને ધ્યાનમાં રાખી અધિકારી તેનો સામનો કરવાની તૈયારીમાં લાગ્યા છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં ઠંડી હવાઓ વચ્ચે ન્યુનતમ તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી સેલ્સિયસ ઓછું ૬.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ જે ગત ૧૭ વર્ષનામાં આ મહીનામાં દાખલ કરવામાં આવેલ સૌથી ઓછું તાપમાન છે ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ આઇએમડીએ આ માહિતી આપી વિભાગે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં ન્યુનતમ તાપમાન ૬.૯ ડિગ્રી સેલ્સિયસ અને અધિકતમ તાપમાન ૨૪.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું. જે આ મહીનાનું સૌથી ઓછું તાપમાન હતું આઇએમડીના ક્ષેત્રીય પૂર્વાનુમાન કેન્દ્રના વડા કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું કે સફરદગંજ વૈદ્યશાળાને ન્યુનતમ તાપમાન ૬.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધયું જે નવેમ્બર મહીનામાં ૨૦૦૩થી દાખલ કરવામાં આવેલ સૌથી ઓછું તાપમાન છે ત્યારે ૬.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન દાખલ કરવામાં આવ્યું હતું.
કાશ્મીરના મોટાભાગના મેદાની વિસ્તારોમાં મૌસમનો પહેલો વરસાદ થયો ઘાટીની ઉચાઇ પર સ્થિત વિસ્તારોમાં સામાન્યથી વધુ બરફ વર્ષા થઇ જેને કારણે લદ્દાખથી જાેડનાર શ્રીનગર લેહ માર્ગ બંધ થઇ ગયો મૌસમ વિભાગે જમ્મુ કાશ્મીર અને શ્રીનગર લેહ માર્ગના સોનમર્ગ જોજિલા અક્ષયની ઉચાઇ પર આવેલ વિસ્તારો માટે ઓરેજ ચેતવણી જારી કરી જેમાં પ્રશાસન અને લોકોથી સતર્કતા દાખવવા અને તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.
વિભાગના એક અધિકારીએ કહ્યું કે જમ્મુ અને સોનમર્ગ દ્વાસ અક્ષ પર કેટલાક સ્થાનો પર કાશ્મીરના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ બરફવર્ષા થઇ તથા કેટલાક સ્થાનો પર ભારે બરફવર્ષા થઇ અધિકારીઓએ કહ્યું કે ઉત્તર કાશ્મીરના ગુલબર્ગમાં રાત દરમિયાન ચાર ઇચ સુધી બરફ પડયો દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં દસ સેટીમીટર બરફવર્ષા નોંધવામાં આવી તેમણે કહ્યું કે ઉંચાઇ પર આવેલ વિસ્તારોમા ંબરફવર્ષા અંતિમ રિપોર્ટ આવ્યા સુધી ચાલુ છે ઘાટીમાં અનેક સ્થાનો પર વરસાદ પણ થયો. ટ્રાફિક નિયંત્રણ કક્ષના એક અધિકારીએ કહ્યું કે બરફવર્ષાને કારણે શ્રીનગર લેહ માર્ગની સાથે સાથે ઘાટીને જમ્મુ વિસ્તારથી જાેડનાર વૈકલ્પિક માર્ગ મુગલ રોડ પણ બંધ થઇ ગયો છે શ્રીનગર જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર બરફવર્ષાની વચ્ચે પણ ટ્રાફિક જારી છે.
હરિયાણાના હિસારમાં રાજયમાં સૌથી ઓછું ન્યુનતમ તાપમાન ૫.૯ સેલ્સિયસ નોંધાયુ જયારે પંજાબમાં બઠિડા સૌથી ઠંડો વિસ્તાર રહ્યો અને ત્યાં ન્યુનતમ તાપમાન ૫.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. રાજસ્થાનના એકમાત્ર પર્વતીય સ્થળ માઉટ આબુમાં પારા જમાવ બિદુ પર પહોંચી ગયો. મૌસમ કેન્દ્ર જયપુરના નિદેશક આર એસ શર્મા અનુસાર વર્તમાન પરિસ્થિતિ અનુસાર ૨૪-૨૫ નવેમ્બરને પશ્ચિમી વિક્ષોભના સક્રિય થવાની સંભાવના છે તેના પ્રભાવથી પશ્ચિમી રાજસ્થાનના જૈસલમેલ નાગૌર બીકાનેર ગંગાનગર હનુમાનગઢ ચુરૂ તથા આસપાસના વિસ્તારોમાં આસમાન છવાયેલુ રહેશે જયારે આગામી ચોવીસ કલાકમાં કયાંક કયાંક સામાન્ય વરસાદની સંભાવના છે.HS