Western Times News

Gujarati News

કાશ્મીરમાં બે હુમલા: નાગરિક, એએસઆઇનાં મોત, આતંકીઓ ફરાર

શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં બે જુદા જુદા સ્થળોએ આતંકીઓ દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં એક નાગરિક અને એએસઆઈનાં મૃત્યુ થયાં હતાં. શ્રીનગરના નવાકાડલ વિસ્તારમાં એક નાગરિકને આતંકીઓએ ગોળી મારી હતી જ્યારે અનંતનાગના બિજબેહરા વિસ્તારમાં થયેલા ગોળીબારમાં એક એએસઆઇને નિશાન બનાવાયા હતા.

શ્રીનગરમાં જે રૌફ અહમદ નામના નાગરિકની હત્યા કરવામાં આવી તે નવાકાડલ વિસ્તારમાં રહે છે, પોતાના ઘરની બહાર જ આતંકીઓએ તેની ગોળી મારીને હત્યા કરી હતી. જ્યારે એએસઆઇ મોહમ્મદ અશરફને બિજબેહરા હોસ્પિટલની બહાર જ આતંકીઓએ ગોળી મારી હતી.

બીજી બાજુ રાજ્યસભામાં ગૃહ બાબતોના મંત્રી નિત્યાનંદ રાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ૨૦૧૮માં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ સંબંધીત ૪૧૭ ઘટનાઓ બની હતી, જે ૨૦૨૧માં ઘટીને ૨૦૩ પર પહોંચી છે. એટલે કે ત્રણ વર્ષમાં કાશ્મીરમાં આતંકી હુમલા કે તેને સંલગ્ન ઘટનાઓનું પ્રમાણ ઘટયું છે.

જાેકે આતંકીઓ દ્વારા કાશ્મીરમાં ચોક્કસ ધર્મના લોકોને ટાર્ગેટ કરીને હત્યા કરવામાં આવી રહી છે. આવી જ હત્યાઓ સાથે સંકળાયેલા ચાર આતંકીઓને સૈન્ય અને પોલીસની કાર્યવાહીમાં ઠાર મારવામાં આવ્યા હતા. હાલ કાશ્મીરમાં આતંકવાદ સાથે સંકળાયેલા કેસોના ઝડપી નિકાલ માટે સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એસઆઇએ)ની રચના કરવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.