Western Times News

Gujarati News

કાશ્મીરમાં ભાજપને આતંકીઓનો ડર, મહિનામાં પાંચ કાર્યકરોની હત્યા

પ્રતિકાત્મક તસવીર

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

શ્રીનગર, છેલ્લા એક મહિનામાં ખીણ વિસ્તારમાં ભાજપના ૬થી વધારે કાર્યકરો પર આતંકી હુમલો થયો છે તેમાંથી પાંચના મોત થયા છે જયારે હજુ એકની સ્થિતિ ગંભીર માનવામાં આવે છે.જમ્મુ કાશ્મીરના લેફિટનન્ટ ગવર્નર મનોજ સિંન્હાએ શ્રીનગરના અમુક સરપંચો સાથે મુલાકાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે તેઓ પંચાયત સાથે જાેડાયેલા રાજકીય કાર્યકર્તાઓની હત્યાથી દુખી છે તેમણે વિશ્વાસ અપાવ્યો કે સરકાર પહેલેથી જ સુરક્ષાના પગલા લઇ રહી છે અને હવે તેમાં વધારે સુધારો કરવામાં આવશે.

કાશ્મીર ખીણમાં છેલ્લા એક મહિનામાં મારવામાં આવેલા ભાજપ કાર્યકર્તાઓમાં બે સરપંચો ભાજપના એક યુવાનેતા તેમનો ભાઇ અને પિતા પણ સામેલ છે આઠ જુલાઇની સાંજે નોર્થ કાશ્મીરમાં ત્રણ હુમલા થયા જેમાં ભાજપના બે સરપંચના મોત થયા અને એકને ઇજા થઇ ગયા રવિવારે કાશ્મીરના બડગામ જિલ્લામાં એક સરપંચની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

આ હુમલાના ડરના કારણે ખીણમાં ભાજપ સાથે જાેડાયેલા ૪૦ લોકોએ રાજીનામુ આપવાનું અને રાજકારણ છોડવાની જાહેરાત કરી છે દક્ષિણ કાશ્મીરના કુલુગામ જિલ્લામાં રહેતા સરપંચ મોહમ્મદ ઇકબાલ કહે છે કે તે મરવા નથી માંગતા મારી પત્નીનું મોત થઇ ગયું છે જાે મને પણ કંઇ થઇ ગયું તો મારા બાળકોનું કોણ ધ્યાન રાખશે ઇકબાલ કહે છે કે મેં રાજકારણમાંથી એક પણ રૂપિયાની કમાણી કરી નથી હવે હું મારો સમય મારા કામમાં લગાવવા માંગુ છું ઇકબાલે થોડા દિવસ પહેલા જ વીડિયો જાહેર કરીને આ વિશે માહિતી આપી છે.

બીજુ બાજુ ભાજપ રાજીનામા આપનાર લોકોને સ્વાર્થી કહી રહ્યાં છે પાર્ટીના પ્રવકતા અલ્પા ઠાકુર કહી ચુકયા છે કે જે લોકો રાજીનામુ આપી રહ્યાં છે તે માત્ર તેમનો લાભ જોઇ રહ્યાં છે તે લોકો તેમના ફાયદા માટે પક્ષ બદલી રહ્યાં છે તેમને ડરથી કોઇ મતલબ નથી એક બાજુ પ્રશાસન પંચાયત સાથે જાેડાયેલા સભ્યોની સુરક્ષાનો દાવો કરી રહી છે પરંતુ મોટાભાગના લોકો સભ્યો આ સુરક્ષાથી સંતુષ્ટ નથી આ સભ્યોના મોટાભાગના લોકો ભાજપના છે સભ્યોની મરજી હોય કે ન હોય પ્રશાસન તેમને અલગ અલગ સુરક્ષિત જગ્યાઓ પર લઇ જઇ રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.