કાશ્મીરમાં સીમા પર ફરી જાેવા મળ્યું ડ્રોન, BSF જવાનોએ ગોળીબાર કર્યો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફી આતંકવાદીઓએ આતંક ફેલાવવા માટે પોતાનું નવું શસ્ત્ર ડ્રોન બનાવ્યું છે. આ જ કારણ છે કે સરહદ પારના આતંકીઓ ડ્રોન દ્વારા ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જમ્મુ એરપોર્ટ પર ડ્રોન વિસ્ફોટો બાદ કાશ્મીરમાં સતત ડ્રોન પ્રવૃત્તિઓ જાેવા મળી રહી છે. શુક્રવારે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સરહદ પર આર્નીયા સેક્ટરમાં ડ્રોન જાેવા મળ્યા છે. જાે કે, ડ્રોનના જાેખમોને ધ્યાનમાં રાખતા પહેલાથી જ સજાગ બીએસએફ જવાનોએ પણ ડ્રોન પર ફાયરિંગ કર્યું છે.
ડ્રોન અંગે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે આર્નીયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ બીએસએફના જવાનોએ તેના પર ફાયરિંગ કરતાં જ તે તુરંત જ પાછું જતું રહ્યું હતું. બીએસએફના જણાવ્યા અનુસાર ડ્રોન ભારતીય સરહદની અંદર જાસૂસ કરવા આવ્યું હતું.
શનિવારે મોડીરાતે જમ્મુના ભારતીય વાયુ સેનાના સ્ટેશન પર વિસ્ફોટક બે ડ્રોનથી નીચે ઉતારવામાં આવ્યા હતા, જેમાં બે જવાન ઘાયલ થયા હતા. દેશમાં કોઈ મહત્વની સ્થાપના પર પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ દ્વારા આ પહેલો ડ્રોન હુમલો છે. પહેલો વિસ્ફોટ શનિવારે મોડી રાત્રે ૧.૪૦ ની આસપાસ થયો હતો, જ્યારે બીજાે વિસ્ફોટ ૫ મિનિટમાં જ થયો હતો.
એરફોર્સ સ્ટેશન પર ડ્રોન એટેકની તપાસ મંગળવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ને સોંપવામાં આવી હતી. ગૃહમંત્રાલયે ભારતીય વાયુસેના સ્ટેશન પર તેના પહેલા પ્રકારના આતંકી હુમલાની તપાસ એનઆઈએને સોંપવાનો ર્નિણય કર્યો છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે.