Western Times News

Gujarati News

કાશ્મીરીઓની ઈચ્છા અનુસાર મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ: શાહબાઝ શરીફ

નવીદિલ્હી, શાહબાઝ શરીફે પાકિસ્તાનના પીએમ બનતાની સાથે જ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કાશ્મીર મુદ્દા પર કહ્યું છે કે કાશ્મીરીઓની ઈચ્છા અનુસાર આ મુદ્દાનો ઉકેલ લાવવો જાેઈએ. શાહબાઝ શરીફે પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનતાની સાથે જ ભારતને લઈને મોટું નિવેદન આપ્યું છે.

કાશ્મીર મુદ્દે તેમની તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંદેશો આપતાં તેમણે કહ્યું છે કે કાશ્મીર સમસ્યાનો ઉકેલ કાશ્મીરી લોકોની ઈચ્છા મુજબ થવો જાેઈએ.

શહેબાઝ શરીફે કહ્યું કે અમે ભારત સાથે વધુ સારા સંબંધો ઈચ્છીએ છીએ, પરંતુ જ્યાં સુધી કાશ્મીર મુદ્દા પર શાંતિપૂર્ણ ઉકેલ ન આવે ત્યાં સુધી તે શક્ય નથી. અમે કાશ્મીરી લોકોને તેમના હાથમાં છોડી શકતા નથી. રાજદ્વારી રીતે અમે કાશ્મીરી લોકોને અમારું સમર્થન ચાલુ રાખીશું. પાક પીએમએ વડાપ્રધાન મોદીને પણ સંદેશ આપ્યો છે.

તેમના મતે કાશ્મીર મુદ્દાનો ઉકેલ માત્ર અને માત્ર કાશ્મીરી લોકોની ઈચ્છા મુજબ જ હોવો જાેઈએ. સાથે મળીને તેમની પીડા ઓછી કરવી જાેઈએ, ત્યાં ગરીબી દૂર કરવી જાેઈએ.

જાે કે, જારી કરાયેલા નિવેદનમાં શાહબાઝ શરીફ દ્વારા કલમ ૩૭૦ને લઈને એક મોટું નિવેદન પણ આપવામાં આવ્યું છે. તે મુદ્દે તેમણે ભારત વિશે કોઈ ટિપ્પણી કરી ન હતી, પરંતુ પાકિસ્તાનની અગાઉની સરકાર પર જ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કલમ ૩૭૦ હટાવવા પર અગાઉની સરકાર કોઈ પગલાં લઈ શકી ન હતી.

ગરીબી અને બેરોજગારીનો મુદ્દો ઉઠાવતા શાહબાઝ શરીફે પીએમ મોદી માટે મોટું નિવેદન આપ્યું છે. તેમની નજરમાં બંને બાજુ ગરીબી છે, બેરોજગારી છે, લોકો પાસે દવા નથી. આવી સ્થિતિમાં આપણે આપણી જાતને કેમ આવું નુકસાન આપવા માંગીએ છીએ, આવનારી પેઢીઓને શા માટે બરબાદ કરવા માંગીએ છીએ.

જાે કે, પાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા બાદ શાહબાઝ શરીફે ત્યાંના લોકો માટે પહેલી મોટી જાહેરાત કરી છે. તેણે નક્કી કર્યું કે હવે પાકિસ્તાનમાં લઘુત્તમ આવક ૨૫ હજાર કરવામાં આવશે.

અહીં માહિતી માટે તમને જણાવી દઈએ કે શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા પીએમ બન્યા છે કારણ કે ઈમરાન ખાન વિપક્ષ દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગયા હતા.

તેમણે એ પ્રસ્તાવથી ભાગવાનો ઘણો પ્રયાસ કર્યો, વિદેશી એંગલનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો, પરંતુ અંતે તેમની સરકાર પણ પડી અને તેમને પણ તેમનું પદ છોડવું પડ્યું. હવે નવા પીએમ બન્યા બાદ શાહબાઝ શરીફ મોટા મોટા વચનો આપી રહ્યા છે, લોકોને મોટા સપના બતાવી રહ્યા છે, તેઓ કેટલા સફળ થાય છે તે તો સમય જ કહેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.