કાશ્મીરી છાત્રોને છોડી દેવા મહેબુબાએ મોદીને પત્ર લખ્યો
શ્રીનગર, આગ્રામાં દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા કાશ્મીરી વિદ્યાર્થીને લઈને પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. મહેબૂબાએ પત્રમાં આશા વ્યક્ત કરી છે કે ધરપકડ કરાયેલા વિદ્યાર્થીને જલદી છોડી દેવામાં આવશે.
જાણકારી પ્રમાણે મહેબૂબા મુફ્તીએ પત્રમાં લખ્યું છે કે દેશભક્તિની ભાવનાને પ્રેમથી વધારી શકાય છે. તેને ડંડા કે બંદૂકના જાેરે ન વધારી શકાય. મહેબૂબાએ આગળ લખ્યું છે કે વિદ્યાર્થીઓ પર આવી કાર્યવાહીથી અવિશ્વાસનો માહોલ વધશે.
મહેબૂબા મુફ્તીએ પત્રમાં આશા વ્યક્ત કરી કે દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા કાશ્મીરી વિદ્યાર્થીઓને છોડાવવા માટે પીએમ મોદી હસ્તક્ષેપ કરશે. મહેબૂબાએ લખયું કે, દેશદ્રોહ જેવી કડક કલમ લગાવવાથી કાશ્મીરી વિદ્યાર્થીઓનું કરિયર બરબાદ થઈ શકે છે. તેથી આ મામલામાં નરમી દેખાડવી જાેઈએ.
મહત્વનું છે કે ટી૨૦ વિશ્વકપમાં ૨૪ ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ હતી. આ મેચમાં ભારતે ૧૦ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આરોપ છે કે અનેક જગ્યા પર કેટલાક લોકોએ ભારતની હારનો જશ્ન મનાવ્યો અને પાકિસ્તાનના સમર્થનમાં પોસ્ટ કરી હતી.
આરોપ છે કે આગ્રાની એક એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા કાશ્મીરના ૩ વિદ્યાર્થીઓએ ભારતની હારનો જશ્ન મનાવતા પોતાના સ્ટેટસ પર અપડેટ કર્યું હતું. તે વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારની સ્કોલરશિપ પર એન્જિનિયરિંગ કોસ્માં એડમિશન થયું હતું. મામલો વિવાદમાં આવ્યા બાદ ત્રણેય વિદ્યાર્થીઓ પર કેસ દાખલ કરી જેલ મોકલી દેવામાં આવ્યા હતા.SSS