કાશ્મીરી પંડિતને આંતકવાદીઓએ ટાર્ગેટ કર્યા: એક દિવસમાં ત્રણ એટેક, સાતના મોત
શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં લોહીની હોળી છાસવારે રમાતી હોય છે પરંતુ કેટલીક ઘટના માનવતા પર સવાલ કરતી છોડી જાય છે. આવું જ કઈક કાશ્મીરમાં સોમવારે બન્યું છે. સોમવારે કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા સાતથી વધુ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. મળતી વિગત અનુસાર ઘાટીમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૭ લોકો આતંકવાદીઓની ગોળીઓનો શિકાર બન્યા છે.
પુલવામામાં ૪ બહારના મજૂરો, શ્રીનગરમાં ૨ ઝ્રઇઁહ્લ જવાન અને હવે શેપીયામાં એક કાશ્મીરી પંડિત પર હુમલો કરવામાં આવ્યો આવ્યો હોવાનાં સમાચાર મળી રહ્યા છે. કાશ્મીરી પંડિત પરનો આ હુમલો અત્યારે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે.
પરિસ્થિતિને કાબુમાં લેવા અને શાંતિ વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિસ્તારની નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જાે કે સોમવારે સાંજે જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓએ સોનુકુમાર બાલજી ઉપર કાશ્મીરી પંડિત પર ગોળીબાર કર્યો હતો. ઘાયલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આતંકવાદીઓના હુમલામાં બાલજીને ૩ ગોળી લાગી હતી. ગંભીર હાલતમાં ઘાયલને સારવાર માટે શ્રીનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. બીજી તરફ ભારતીય સેનાએ સોમવારે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હોવાનું અને એક આંતકીને ઠાર માર્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.HS