કાશ્મીરી પંડિત કર્મચારીઓની બદલીનું લિસ્ટ લીક થઈ ગયું

શ્રીનગર,જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો છેલ્લા કેટલાક દિવસથી ટાર્ગેટ કિલિંગનો શિકાર બની રહ્યાં છે. આ વચ્ચે સરકારે શ્રીનગરમાં સુરક્ષિત મનાતી જગ્યા અને કાશ્મીરમાં જિલ્લા મુખ્યાલયો પર ટ્રાન્સફર કરેલા ૧૭૭ શિક્ષકોના નામ મેસેજિંગ એપ અને સોશિયલ મીડિયા પર લીક થઈ ગયા છે. ત્યારબાદ કાશ્મીરી પંડિત શિક્ષકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. સરકાર વિરુદ્ધ નારેબાજી કરી શિક્ષકોએ તવી પુલને જામ કરી દીધો હતો.
રોષે ભરાયેલા કર્મચારીઓએ કહ્યું કે અમારી બદલી કાશ્મીરની બહાર કરવાની જગ્યાએ સરકારે યાદી જાહેર કરી આતંકીઓને આમંત્રણ આપ્યું છે.જમ્મુ-કાશ્મીરમાં પોતાની બદલીની માંગને લઈ પ્રદર્શન કરી રહેલાં હિન્દુ સરકારી કર્મચારી હવે સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા છે. તેઓ પોતાની બદલીની માંગ કરી રહ્યાં છે. શનિવારે કર્મચારીઓએ જમ્મુમાં તવી પુલ જામ કર્યો અને નારેબાજી કરી હતી.
તો સરકારે કહ્યું કે ઘાટીથી કોઈ પણ સરકારી કર્મચારીની બદલી જમ્મુમાં થશે નહીં. આ સરકારી કર્મચારીઓની માંગ છે કે તે છેલ્લા ૧૫ વર્ષથી કાશ્મીર ઘાટીમાં કોઈ સુરક્ષા સાથે કામ કરી રહ્યાં છે, પરંતુ હવે ઘાટીમાં જે સ્થિતિ બની છે, તેમાં તે પોતાને સુરક્ષિત અનુભવી રહ્યાં નથી.જમ્મુ-કાશ્મીરમાં શિક્ષકોની બદલીની યાદી જાહેર થવા પર ભાજપે આકરો વિરોધ વ્યક્ત કર્યો અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
લીક યાદી અનુસાર પ્રધાનમંત્રી પુનર્વાસ પેકેજ હેઠળ રોજગાર મેળવનાર ૧૭૭ કાશ્મીરી પંડિત શિક્ષકોનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. પરંતુ આ યાદી વોટ્સએપ સહિત અન્ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે કહ્યુ કે, યાદી સોશિયલ મીડિયા પર વાયરલ થવી સુરક્ષામાં મોટી ચૂક છે. હવે આતંકીઓને ખ્યાલ આવી જશે કે તે ક્યાં નોકરી કરે છે.
તેમણે આ યાદી લીક કરનાર અધિકારીઓની જાણકારી મેળવવા અને સજા આપવાની માંગ કરી છે. મહત્વનું છે કે કાશ્મીર ઘાટીમાં ટાર્ગેટ કરીને હત્યા કરવામાં આવી રહી છે.ss1kp