કાશ્મીર ખીણમાં નવરેહ પર હિંદુઓનો જમાવડોઃ પંડિતોને ફરી વસાવવાનું અભિયાન ચાલુ થશે

નવીદિલ્હી, ‘કાશ્મીર ફાઈલ્સ’ મૂવીના કારણે કાશ્મીરી પંડિતોની તકલીફોની દેશભરમાં ચર્ચા છે ત્યારે તેનો લાભ લેવા હિંદુવાદી સંગઠનો મેદાનમાં આવ્યાં છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે ચૈત્રી નવરાત્રિના પહેલો દિવસ શુભ મનાય છે. આ વખતે નવરાત્રિના પહેલા દિવસ એટલે કે નવરેહના દિવસે જેકે પીસ ફોરમ નામના સંગઠન દ્વારા આખા દેશમાંથી કાશ્મીરી પંડિતોને ઉજવણી માટે ૨ એપ્રિલે કાશ્મીર ખીણમાં લઈ જવાશે. આ કાર્યક્રમ સાથે હિંદુઓને ફરી ખીણમાં વસાવવાનું અભિયાન શરૂ કરાશે.
કાશ્મીરી પંડિતો પહેલાં જમ્મુ પહોંચશે. જમ્મુથી બસ દ્વારા કાશ્મીરી પંડિતો કાશ્મીર ખીણમાં હરિ પર્વત પર આવેલા મા શારિકા મંદિરમાં પૂજા કરીને વતનમાં વાપસીની પ્રાર્થના કરશે. એ પછી શેર-એ-કાશ્મીર પાર્કમાં નવરેહ મિલનનો કાર્યક્રમ થશે. આ કાર્યક્રમમાં ભાજપ નેતા ડૉ. સુબ્રમણ્યમ સ્વામી અને શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી પણ હાજર રહેશે.
આ કાર્યક્રમ સંઘ કે ભાજપ પ્રેરિત નથી એવું ના લાગે એટલે જમ્મુના સંજીવની શારદા કેન્દ્ર દ્વારા ૩એપ્રિલે બીજાે કાર્યક્રમ યોજાશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આ કાર્યક્રમમાં ઓનલાઈન સંબોધન કરશે.HS