કાશ્મીર ખીણમાં હજુ ૨૦૦ જેટલા ત્રાસવાદીઓ સક્રિય

Files Photo
નવી દિલ્હી: ચિનાર કોર કમાંડર લેફ્ટિનેન્ટ જનરલ ડીપી પાંડેએ ઘાટીમાં હજુ પણ ૨૦૦ જેટલા આતંકવાદીઓ સક્રિય છે તેવી માહિતી આપી હતી. આ સાથે જ તેમણે વર્ષના અંત સુધીમાં ઘાટીમાં આતંકવાદીઓની સંખ્યા ઘટાડી દેવામાં આવશે તેવી માહિતી પણ આપી હતી. લેફ્ટિનેન્ટ જનરલ ડીપી પાંડેએ સંઘર્ષવિરામ મુદ્દે જણાવ્યું કે, નિયંત્રણ રેખા પર આપણા લોકો શાંતિપૂર્ણ રીતે રહી શકે અને તેમની દેખભાળ રાખી શકાય તે સુનિશ્ચિત કરવા માટે જ સંઘર્ષવિરામ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દર વખતે સંઘર્ષવિરામના ઉલ્લંઘનમાં આપણા લોકો જ નિશાન પર રહે છે.