Western Times News

Gujarati News

કાશ્મીર ખીણમાં ૨૭૫થી વધુ ત્રાસવાદી સક્રિય હોવાનો દાવો

File Photo

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં પહેલાની સરખામણીમાં સ્થિતિ ઉલ્લેખનીય સુધારો થઇ રહ્યો છે. રાજ્યમા રાજ્યપાલ શાસન લાગૂ કરવામાં આવ્યા બાદ સેનાના એક અધિકારીએ આ અંગેનું નિવેદન કર્યું છે. ૧૫ કોર્પના કમાન્ડરે કહ્યું છે કે, ઉત્તર કાશ્મીરમાં દક્ષિણ કાશ્મીરની સરખામણીમાં ખુબ ઓછા ત્રાસવાદી છે. સ્થિતિ હાલમાં સુધારાવાળી છે. ખીણમાં હજુ પણ ૨૫૦થી ૨૭૫ ત્રાસવાદીઓ સક્રિય થયેલા છે. સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ-૨ જારી છે. રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગૂ થયા બાદ સુરક્ષા દળો પહેલાથી જ ઓપરેશનમાં ઇસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ કાશ્મીરના અનેક ત્રાસવાદી ઠાર થયા છે. કાશ્મીર ખીણમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓની ઉપસ્થિતિ અંગેના અહેવાલ મળી રહ્યા છે. સેનાના એક અધિકારીનું કહેવું છે કે, ત્રાસવાદીઓ હુમલા કરવાની તૈયારીમાં છે.

આવી સ્થિતિ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી ચુકી છે. સુરક્ષા દળોને એલર્ટ પણ કરવામાં આવી ચુક્યા છે. લેફ્ટી જનરલના કહેવા મુજબ આશરે ૨૦૦ ત્રાસવાદી ઘુસણખોરીના પ્રયાસમાં છે. સુરક્ષા દળોને સાવધાન રહેવા કહેવામાં આવ્યું છે. પાકિસ્તાન સોશિયલ મિડિયા મારફતે જમ્મુ કાશ્મીરમાં ઉશ્કેરણીજનક પ્રચાર કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં સક્રિય ત્રાસવાદીઓની હિટલિસ્ટ સેના દ્વારા તૈયાર કરવામાં આવી ચુકી છે . કયા ત્રાસવાદીએ કેટલી હિંસાની ઘટનામાં ભાગ લીધો છે. કયા ત્રાસવાદીની ક્ષેત્રમાં કેટલી પકડ રહેલી છે. ત્રાસવાદીઓ મોટા પાયે સક્રિય હોવાના કારણે તેમની સામે કાર્યવાહી કરવાને લઇને તમામ પગલા લેવામા ંઆવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.