કાશ્મીર ઘાટીના લોકો સુધી બેંકિંગ કામગીરી પહોંચાડવા બેંક ઓફ ઇન્ડિયાનું આયોજન
બેંક ઓફ ઇન્ડિયાએ શ્રીનગરમાં “કસ્ટમર આઉટરિચ પ્રોગ્રામ” શરૂ કર્યો
ભારતની સૌથી પ્રસિદ્ધ સરકારી બેંકો પૈકીની એક બેંક ઓફ ઇન્ડિયાએ 6 ઓક્ટોબર, 2021ના રોજ શ્રીનગરમાં “કસ્ટમર આઉટરિચ પ્રોગ્રામ”નું આયોજન કરીને કાશ્મીર ઘાટીના લોકો સુધી મુખ્ય બેંકિંગ કામગીરી પહોંચાડવા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરી હતી.
આ આઉટરિચ પ્રોગ્રામ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ તહેવારની સિઝન દરમિયાન સમગ્ર ભારતમાં આયોજિત આ પ્રકારના શ્રેણીબદ્ધ કાર્યક્રમોની શરૂઆત છે, જે બેંકિંગને ઘરઆંગણા સુધી લઈ જવા અને આર્થિક સ્થિતિ સુધારવાની પ્રક્રિયામાં સક્રિય પાર્ટનર બનશે.
આ પ્રસંગે બેંકના એમડી અને સીઇઓ શ્રી એ કે દાસે કેટલાંક હાલના અને સંભવિત ગ્રાહકો સાથે સંવાદ કર્યો હતો. ફિલ્ડ જનરલ મેનેજર શ્રી એ કે જૈન, જનરલ મેનેજર (એચઆર) શ્રી અશોક પાઠક, ઝોનલ મેનેજર શ્રી વાસુદેવ અને બ્રાન્ચ મેનેજર શ્રી ઝાહિદ મન્સૂર પણ આઉટરિચ પ્રોગ્રામમાં પણ ઉપસ્થિત હતા.
આ પ્રસંગે શ્રી દાસે જણાવ્યું હતું કે, ઘાટીમાં બેંકિંગ વ્યવસાયની વૃદ્ધિ માટે વણખેડાયેલી સંભાવના રહેલી છે, જે માટે બેંકિંગના વિવિધ ઉત્પાદનો એટલે કે હાઉસિંગ, વ્હિકલ, એજ્યુકેશન, કૃષિ વગેરેના લાભ તાત્કાલિક આપવા અને પીએમ સ્વનિધિ, એમએસએમઇ મુદ્રા લોન અને સામાજિક સુરક્ષા યોજના જેવી અન્ય બેંકિંગ યોજનાઓ સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાની જરૂર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સામાજિક-આર્થિક વૃદ્ધિને વેગ આપશે, જે લોકોની આજીવિકાને વધારવામાં પ્રદાન કરશે.
તેમણે ખાતરી આપી હતી કે, બેંક એના ગ્રાહકોને સપોર્ટ કરવા અને બેંકિંગની ગુણવત્તાયુક્ત સુવિધા પ્રદાન કરવાના પ્રયાસો ચાલુ રાખશે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, બીઓઆઈ ઘાટીમાં સંપૂર્ણ ડિજિટાઇઝ સુવિધાઓ સાથે મુખ્ય પ્રવાહના બેંકિંગમાં પ્રવેશ કરવા વધુ એક શાખા ખોલવા સક્રિયપણે વિચારી રહી છે. ઉપરાંત બીઓઆઈએ આ મહિનાની 22મી તારીખે કેન્દ્રશાસિત પ્રદેશ લડાખમાં લેહમાં એની પ્રથમ શાખા પણ ખોલી છે.
શ્રી દાસે હાઉસિંગ, વ્હિકલ, એમએસએમઇ, સીસી, કૃષિ અને પીએમ સ્વનિધિ વગેરે જેવી બેંકના વિવિધ લોન યોજનાઓ અંતર્ગત કેટલાંક લાભાર્થીઓને મંજૂરીપત્ર પણ આપ્યાં હતાં.
આ પ્રસંગે બેંકની સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) અંતર્ગત શ્રી એ કે દાસે જમ્મુ એન્ડ કાસ્મીર અનાથાશ્રમને ફોટો કોપી મશીનની ભેટ ધરી હતી અને બાળકોને ટ્રેક સ્યૂટ આપ્યાં હતાં.