કાશ્મીર જેટલું પાકિસ્તાન માટે ખાસ એટલું જ તુર્કી માટે પણઃ એર્દોગાને
કરાંચી. ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરનો મુદ્દો ખૂબ જ ગંભીર છે અને વર્ષોથી અટવાયેલો છે. આ મુદ્દા પર આખા વિશ્વના દેશોની પણ નજર છે. ત્યારે હવે તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગાન ને કાશ્મીર મુદ્દે દખલગીરી કરી છે. સાથે જ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનને બેશરતે સમર્થન આપવાનો વાયદો પણ કર્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ એર્દોગાનને કહ્યું કે કાશ્મીરમાં લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે. એર્દોગાનનું આખું ભાષણ ઇસ્લામ અને મુસલમાનોની નજીક ફરતું રહ્યું. મુસ્તફા કમાલ પાશા ઉર્ફે અતાતુર્કની ધર્મનિરપેક્ષ સાંસ્કૃતિક વારસાની વિરુદ્ધ અર્દોગાન દુનિયાભરના મુસલમાનોના નેતા બનવાની કોશિશ કરી રહ્યા છે એમ લાગી રહ્યું હતું. તેમણે કહ્યું કે કોઈ જમીન પર બનાવેલ સરહદ ઇસ્લામ માનનારાઓને અલગ કરી શકતી નથી.
આ સાથે એર્દોગાનને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પણ આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે મધ્ય-પૂર્વમાં અમેરિકાની શાંતિ યોજના ખરેખર આક્રમક નીતિ છે. તેમણે કહ્યું કે જ્યાં પણ મુસ્લમાનને મારવામાં આવી રહ્યા છે ત્યાં મુસ્લિમ દેશોએ એક સાથે રહેવાની જરૂર છે. ઉપરાંત, આંતકવાદની ઢાલ દેશ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન અને સાંસદોની તાળીઓ વચ્ચે એર્દોગાને કહ્યું કે તેઓ ફાઇનેન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ(FATF) ની બેઠકમાં કોઈ શરત વિના પાકિસ્તાનને સમર્થન કરશે. સાથે તેમણે પાકિસ્તાનને પોતાનું બીજું ઘર પણ ગણાવ્યું હતું.
એર્દોગાનને કહ્યું કે,‘તમારું દુ:ખ એ મારું દુ:ખ છે. આપણી દોસ્તી પ્રેમ અને સન્માન પર આધારીત છે. પાકિસ્તાન વિકાસ તરફ છે જે થોડા દિવસોમાં થઈ શકતું નથી. આમાં સમય લાગશે અને તુર્કી તેમાં સહયોગ કરશે.’ રિપોર્ટ મુજબ રાષ્ટ્રપતિ પાક. સાંસદમાં આવ્યા હતા.