કાશ્મીર મુદ્દાને ઉકેલવાની સારી તક : મહેબુબા મુફતી
શ્રીનગર: પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફતીએ જણાવ્યું છે કે પાકિસ્તાની સેના પ્રમુખના તે નિવેદનથી બંન્ને દેશોની શુત્રતાને દરકિનારે કરી કાશ્મીર મુદ્દાના સ્થાયી સમાધાન કાઢવાની એક સારી તક મળી છે જેમાં તેમણે ભારતની સાથે સારી સંબંધોની વાત કહી હતી.
મહેબુબાએ ટ્વીટ કરી લખ્યું છે કે ભારત અને પાકિસ્તાન માટે શત્રતાને દરકિનારે કરી કાશ્મીરના સંબંધમાં લાંબાગાળાનું સમાધાન શોધવાની એક સારી તક છે તે પાકિસ્તાના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાના તે નિવેદન પર પ્રતિક્રિયા વ્યકત કરી રહ્યા ં હતાં જેમાં તેમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાનને અતીતને છોડી આગળ વધવું જાેઇએ
તેમણે કહ્યું કે બંન્ને દેશઓની પાસે એક બીજાથી આગળ નિકળવા માટે ખુબ મોટું સૈન્ય બજેટ છે જયારે તે સંસાધનોનો ઉપયોગ ગરીબ શિક્ષા અને આરોગ્ય સેવા જેવા સામાન્ય પડકારો પર કરી શકાય છે.