Western Times News

Gujarati News

કાશ્મીર મુદ્દે કોઈ પણ પ્રકારે હસ્તક્ષેપ કરવામાં આવશે નહીં: તાલીબાન

નવીદિલ્હી, તાલિબાને અમેરિકી સૈનિકોની વાપસી બાદ અફઘાનિસ્તાન પર હવે સંપૂર્ણ રીતે કબજાે જમાવી દીધો છે. આ બધા વચ્ચે પાકિસ્તાન તાલિબાનને ભારત વિરુદ્ધ ઉક્સાવવાની કોશિશ કરી રહ્યું છે અને કાશ્મીર મુદ્દે ષડયંત્ર રચવાની કોશિશ કરે છે પરંતુ તાલિબાને પાકિસ્તાનની નાપાક ઈચ્છાઓને મોટો ઝટકો આપ્યો છે. તાલિબાને સ્પષ્ટ કર્યું કે તે કાશ્મીર મુદ્દે કોઈ પણ પ્રકારે હસ્તક્ષેપ કરશે નહીં.

એક ટીવી ચેનલ સાથે વાત કરતા તાલિબાની નેતા અનસ હક્કાનીએ કાશ્મીર મુદ્દાને ભારત અને પાકિસ્તાનનો આંતરિક મામલો ગણાવ્યો. તેમણે કહ્યું કે અમે કાશ્મીર મામલે હસ્તક્ષેપ કરીશું નહીં. અત્રે જણાવવાનું કે અનસ હક્કાની, હક્કાની નેટવર્કના સંસ્થાપક જલાલુદ્દીન હક્કાનીના સૌથી નાના પુત્ર છે.

અનસ હક્કાનીને પૂછવામાં આવ્યું કે પાકિસ્તાન હક્કાની નેટવર્કની ખુબ નજીક છે અને તે કાશ્મીરમાં સતત હસ્તક્ષેપ કરી રહ્યું છે. શું તમે પણ પાકિસ્તાનને સમર્થન આપવા માટે કાશ્મીરમાં હસ્તક્ષેપ કરશો? જેના પર તેમણે કહ્યું કે કાશ્મીર અમારા અધિકાર ક્ષેત્રનો ભાગ નથી અને હસ્તક્ષેપ નીતિની વિરુદ્ધ છીએ. અમે અમારી નીતિ વિરુદ્ધ કેવી રીતે જઈ શકીએ? આથી એ સ્પષ્ટ છે કે અમે કાશ્મીરમાં હસ્તક્ષેપ કરીશું નહીં.

શું કાશ્મીર મુદ્દે હક્કાની નેટવર્ક જૈશ એ મોહમ્મદ અને લશ્કર એ તૈયબાનું સમર્થન નહીં કરે? જેના જવાબમાં અનસ હક્કાનીએ કહ્યું કે અમે અનેકવાર સ્પષ્ટ કરી ચૂક્યા છીએ અને ફરીથી કહીએ છીએ કે આ માત્ર એક પ્રોપગેન્ડા છે. ભારત સાથેના સંબંધો પર અનસ હક્કાનીએ કહ્યું કે અમે ભારત સાથે સારા સંબંધ ઈચ્છીએ છીએ. અમે નથી ઈચ્છતા કે કોઈ અમારા વિશે ખોટું વિચારે. ભારતે ૨૦ વર્ષ સુધી અમારા દુશ્મનોની મદદ કરી, પરંતુ અમે બધુ ભૂલીને સંબંધો આગળ વધારવા માટે તૈયાર છીએ.

પાકિસ્તાની સેના અને આઈએસઆઈ સાથે જાેડાણ અને ભવિષ્ય અંગે પૂછાયેલા સવાલ પર અનસ હક્કાનીએ કહ્યું કે વીસ વર્ષ સુધી અમે સંઘર્ષ કર્યો અને આ દરમિયાન અમારા વિશે ખુબ નકારાત્મક પ્રોપગેન્ડા ફેલાવવામાં આવ્યો. જે બધુ ખોટું છે. હક્કાની નેટવર્ક કઈ નથી અને અમે બધા માટે કામ કરી રહ્યા છીએ. દુનિયાભરમાં અને ખાસ કરીને ભારતમાં મીડિયા અમારા વિશે નકારાત્મક પ્રચાર કરી રહ્યું છે. તેનાથી માહોલ ખરાબ થઈ રહ્યો છે. યુદ્ધમાં ક્યારેય કોઈ પણ પાકિસ્તાની હથિયારનો ઉપયોગ કરાયો નહતો. આ આરોપ ખોટા અને નિરાધાર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.