કાશ્મીર યુનિવર્સિટી બહાર ગ્રેનેડ હુમલો, 3 ઈજાગ્રસ્ત
શ્રીનગર, શ્રીનગરમાં કાશ્મીર યુનિવર્સિટીની બહાર ગ્રેનેડ હુમલો થયો હતો. જેમા ત્રણ લોકો ઘાયલ થયા છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને બોમ્બમાં કયા પ્રકારના વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરવામા આવ્યો છે તેની તપાસ કરી રહી છે. આ ઘટના પહેલા કાશ્મીર પોલીસે રેલ્વે ભરતી રેલી દરમ્યાન પણ એક આંતકીની ગ્રેનેડની સાથે ધરપકડ કરી હતી. સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, કાશ્મીર યુનિવર્સિટીની બહારના પાર્કિગ એરિયામા ઓછી તીવ્રતા ધરાવતા બોમ્બનો બ્લાસ્ટ થયો હતો. જેમા ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામા આવ્યા હતા. બોમ્બ બ્લાસ્ટના વિસ્ફોટક પદાર્થો વિશે કોઇ વિસ્તૃત જાણકારી મળી નથી. પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે.