કાશ્મીર: વધુ એક કુખ્યાત આતંકવાદીને ફૂંકી મરાયો

પુલવામા, જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે આજે જારદાર અથડામણ થઇ હતી. હજુ સુધી મળેલી માહિતી મુજબ સુરક્ષા દળોએ એક આતંકવાદીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. ઠાર થયેલા ત્રાસવાદી પાસેથી હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન મોટાપાયે જારી રાખવામાં આવ્યું છે. કાશ્મીર ઝોનના પોલીસે માહિતી આપતા કહ્યું છે કે, પુલવામામાં અવન્તીપોરામાં આ અથડામણ થઇ હતી. સુરક્ષા દળોએ એક આતંકવાદીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ સર્ચ ઓપરેશન વધુ તીવ્ર કરવામાં આવ્યું હતું. હાલમાં જ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની સામે મોટાપાયે ઓપરેશન ચાલી રહ્યા છે.
સુરક્ષા દળોને મોટી સફળતા મળી ગઈ છે. હાલમાં જ એન્કાઉન્ટર બાદ ફરાર ચાલી રહેલા વોન્ટેડ આતંકવાદી નિસાર અહેમદની ધરપકડ કરી લેવામાં આવી હતી. નિસારના સંબંધ લશ્કરે તોઇબા સાથે હોવાની વિગત સપાટી ઉપર આવી ચુકી છે. સુરક્ષા સંસ્થાઓને લાંબા સમયથી તેની તલાશ હતી. શ્રીનગરનીએક હોÂસ્પટલમાં લશ્કરે તોઇબાના આ ત્રાસવાદીની ધરપકડ કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં હાઝીમ વિસ્તારનો નિવાસી નિસાર અહેમદ દારને પકડી પાડવામાં આવ્યો હતો. દારના સંબધ ખતરનાક ત્રાસવાદી સંગઠન તોઇબા સાથે હતા. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવ્યા બાદથી જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવાના બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં સફળતા મળી છે. મોટાભાગે ત્રાસવાદીઓને સફાયો થઇ ચુક્યો છે.