કાશ્મીર સરહદે અંકુશ રેખા નજીક ૭૦ આતંકી ઘૂસણખોરીની ફિરાકમાંઃ ડીજીપી
૫થી ૬ જૂથોમાં આ આતંકીઓને ભારતમાં ઘુસાડવા પ્રયાસ કરશે
આ પ્રયાસોનો સામનો કરવામાં કેટલીક સફળતાનો સ્વીકાર કરતી વખતે સ્વેને કહ્યું કે ખતરો હજુ પણ છે
શ્રીનગર,જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાન એક મોટું ષડયંત્ર રચી રહ્યું છે. જેમાં ૭૦ આતંકીઓ ભારતમાં ઘૂસણખોરીની ફિરાકમાં હોવાની માહિતી સામે આવી છે. જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક રશ્મિ રંજન સ્વૈને જણાવ્યું હતું કે ૭૦ આતંકવાદીઓ નિયંત્રણ રેખા પર સ્થિત લાન્ચ પેડ પર સક્રિય છે. જે ભારતમાં ઘૂસણખોરી કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે હાલમાં ભારતીય સુરક્ષા જવાનોની પ્રતિબદ્ધતાને કારણે દુશ્મન માટે સફળ થવું ખૂબ મુશ્કેલ છે.
હાલ સુરક્ષા વ્યવસ્થા માટે ડ્રોન સહિતની ટેન્કોલોજીના લીધે મોનીટરીંગ સઘન બન્યું છે.જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટનો બેવડો હવાલો સંભાળતા સ્વૈને કહ્યું, કે સુરક્ષા એજન્સીઓ સાથેની બેઠકમાં સામાન્ય રીતે એ નિષ્કર્ષ પર આવ્યા છીએ પાકિસ્તાન આતંકીઓ અને સામગ્રી હજુ પણ મોકલી રહ્યું છે.
તેમણે આ વિસ્તારમાં પશ્ચિમી પડોશી દેશના વિદેશી આતંકવાદીઓની હાજરીનો પણ ઉલ્લેખ કર્યાે હતો. આ પ્રયાસોનો સામનો કરવામાં કેટલીક સફળતાનો સ્વીકાર કરતી વખતે સ્વેને કહ્યું કે ખતરો હજુ પણ છે. તેમણે કહ્યું હતું કે પ્રદેશને અસ્થિર કરવાની દુશ્મનની ક્ષમતાને વધુ ઘટાડવા માટે સતત પ્રયત્નોની જરૂર છે.
તેમણે કહ્યું, હું કહીશ કે દુશ્મનના ઇરાદો એક જ છે. તેઓની ક્ષમતા ચોક્કસપણે ઓછી થઈ છે. પરંતુ ક્યારેક-ક્યારેક સિસ્ટમને તોડવાની અને અસ્થિર કરવાની ક્ષમતા હજી પણ છે. ડીજીપી સ્વૈને કહ્યું કે કોઈ પણ સમયે પાકિસ્તાન અલગ અલગ સ્થાનો પરથી પાંચ કે છના જૂથમાં ૭૦ આતંકીઓને મોકલવાની રાહ જોઈ રહ્યું છે.તેમણે ડ્રોનને તોડી પાડવાના મુદ્દે જણાવ્યું કે આ એક નોંધપાત્ર પડકાર છે કારણ કે તે હથિયારો, દારૂગોળો, વિસ્ફોટકો, રોકડ અને નાર્કાેટિક્સની દાણચોરીને સુગમ બનાવે છે. તેમણે કહ્યું કે આ ખતરા સામે લડવામાં પ્રગતિ થઈ છે. પરંતુ આ પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સતત તકેદારી જરૂરી છે.ss1