કાૅંગ્રેસ સાંસદોએ નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધ સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું
નવીદિલ્હી: કોંગ્રેસના સાંસદોએ આજે કૃષિ કાયદાઓની વિરૂધ્ધમાં સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યા હતાં અને કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી હતી કે કિસાન વિરોધી કાનુનને પાછું ખેંચવામાં આવે
કાૅંગ્રેસ સાંસદોએ નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધ સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ આ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું. કાૅંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં કૃષિ કાયદાની વિરુદ્ધ પાર્ટી સાંસદોના પ્રદર્શનમાં ભાગ તો લીધો, પરંતુ ‘કિસાન સંસદ’ પર કંઈ બોલ્યા નહીં. રાજ્યસભા અને લોકસભામાં પણ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ વિવિધ મુદ્દા પર હંગામો કરતા બંન્ને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી જ્યારે રાહુલ ગાંધી બહાર નીકળ્યા તો પત્રકારોએ તેમને જ્યારે પ્રશ્ન પૂછ્યો તો તેમણે મૌન સાધ્યું.
ચોમાસુ સત્રમાં ભાસ્કર ગ્રુપ પર પાડવામાં આવેલા આઇટી વિભાગના દરોડાનો મુદ્દો સંસદમાં પણ વિપક્ષ દ્વારા જાેરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો રાજ્યસભામાં ભાસ્કર ગ્રુપ પર ઈન્કમટેક્સ વિભાગના દરોડા મુદ્દે વિપક્ષના સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો અને સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જેથી ગૃહ સ્થગિત કરવામાં આવ્યું હતું. લોકસભામાં પણ ખળભળાટ મચી ગયો હતો, જ્યાં ફોન-ટેપિંગ અને જાસૂસીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવતા લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે કોરોનાની બીજી લહેર દરમિયાન દેશની સામે સરકારના અણઘડ આયોજનની વાસ્તવિક તસવીર બતાવનાર દેશના અગ્રણી મીડિયા ભાસ્કર ગ્રુપની અનેક ઓફિસો પર ગુરુવારે સવારે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. વિભાગની ટીમો દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન સ્થિત ઓફિસો પર પહોંચી ગઈ હતી અને કાર્યવાહી ચાલુ કરી હતી