કાૅમેડી કપલમાં જાેવા મળશે સાકિબ સલીમ અને શ્વેતા બાસુ પ્રસાદ
‘કાૅમેડી કપલ’માં સાકિબ સલીમ અને શ્વેતા બાસુ પ્રસાદ જાેવા મળવાનાં છે. આ ફિલ્મની સ્ટોરી ગુડગાંવની છે જ્યાં આ કપલ સ્ટૅન્ડ-અપ કાૅમેડી કરે છે. ફિલ્મને નચિકેત સામંત ડિરેક્ટ કરશે. સારેગામા ઈન્ડિયાની યુડલી ફિલ્મ્સ દ્વારા એને પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મનું શૂટિંગ તમામ પ્રકારની સાવધાની સાથે શરૂ કરવામાં આવ્યું છે.
શૂટિંગ શરૂ થતાં સાકિબે કહ્યું હતું કે ‘સેટ પર હાલનું વાતાવરણ બદલાઈ ગયું છે. સલામતીને અમે વધુ પ્રાથમિકતા આપીએ છીએ. સારેગામાની યુડલી ફિલ્મ્સ સાથે કામ કરવાથી ગર્વ અનુભવું છું. તેઓ સેટ પર ખૂબ જ અદ્ભુત કામ કરી રહ્યા છે. તેઓ દરેકની સલામતીની દરકાર લઈ રહ્યા છે.
બીજી તરફ શ્વેતાએ કહ્યું હતું કે ‘સ્ક્રિપ્ટ બ્રિલિયન્ટ છે અને એને ખૂબ સારી રીતે લખવામાં આવી છે. ટોટલ કાૅમેડી એવી આ ફિલ્મમાં ડ્રામા પણ હશે. એમાં અનેક ટિ્વસ્ટની સાથે રામૅન્સ પણ હશે.