Western Times News

Gujarati News

કિંગ્સવિલા-બાવળા ખાતે શ્રી પાશ્વનાથ જિનાલય પ્રતિષ્ઠા-મહોત્સવ ઉજવાયો

અમદાવાદ નજીક બાવળા-નળસરોવર રોડ પર આહોડા ગામ પાસેના કિંગ્સવિલા રેર્સીડેન્સીમાં નવનિમિત શ્રી શંખેશ્વર પા્શ્ચનાથ જિનાલયે તા. ૨૩થી ૩૦ જાન્યુઆરી દરમિયાન અંજ્નશલાકા પ્રતિષ્ઠા નિમિત્તે અષ્ટાલ્કા મહોત્સવ યોજાયો હતો. એમાં પરમાત્માના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન, નિવાણ એમ પાંચ કલ્યાણકની ઉજ્વણી થઈ હતી.

કિંગ્સવિલા  સીંડેન્સીના મેનેજિગ ડિરેક્ટર અને ઉત્તર ગુજરાતના ભાલક ગામના વતની સમીરભાઈ દિલીપભાઈ ભોગીલાલ શાહ તરફથી માતુશ્રી સુશીલાબેન શાહ તથા વર્ષાબેન શાહની સ્મૃતિમાં સંપૂર્ણ સ્વદ્રવ્યથી આ જિનાલયનું નિમાંણ કરાવ્યું છે.

કિગ્સવિલા રેસીંડેન્સીમાં તથા આસપાસમાં વસતા જનોને પરમાત્માની સેવા-ભક્તિનો લાભ મળે એ હેતુથી નિમિત આ જિનાલયે આચાર્યશ્રી ચંદ્રભૂષણસૂરીશ્વરજી મહારાજ, આચાયશ્રી હર્ષશાલસૂરીશ્વરજી મહારાજ, મુનિશ્રી હતભૂષણ વિજ્યજી મહારાજ,

સાધ્વાશ્રી ઇન્દ્રેખાશ્રોજી મહારાજ, સાધ્વાશ્રી નિવાણશ્રોજી મહારાજ આદિનો નીશ્રામાં વડોદરાના વિધિકારક શ્રી હિતેશભાઈ શાહે અંજનશલાકા વિધિ કરાવી હતો. આ પ્રસંગે ચંડીગઢ, પૂના, મુંબઈ, સુરત, વડોદરા વગેરે સ્થળેથી સ્વજનો અને શ્રદ્ધાળુ ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.