કિંગ ખાનના મન્નતમાં પણ એનસીબીનું સર્ચ ઓપરેશન
મુંબઇ, દિલ્હીમાં એનસીબી સતત દરોડા પાડી રહી છે.સાથે સાથે મુંબઈમાં ધરપકડ કરાયેલા આરોપીઓના ઘર પર પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે,એનસીબી સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડની પ્રક્રિયા પછી એનડીપીએસ કાયદામાં તમામ આરોપીના ઘર હાઉસ સર્ચની પણ જાેગવાઈ છે. ત્યારે આ મામલામાં એ સવાલ ઉભો થઈ શકે છે કે શું સુપરસ્ટાર શાહરૂખ ખાનના મુંબઈ સ્થિત મન્નતમાં પણ એનસીબીનું સર્ચ ઓપરેશન હશે?
કોર્ટે રવિવારે આ ત્રણેય આરોપીઓને એક દિવસની એનસીબીની કસ્ટડીમાં મોકલ્યા હતા. એનસીબીએ આ કેસમાં વધુ એક શકમંદને કસ્ટડીમાં લીધો છે જેની આજે ધરપકડ કરવામાં આવી શકે છે.
એનસીબી તેને કોર્ટમાં પણ રજૂ કરી શકે છે. બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને વરિષ્ઠ વકીલ સતીશ માનશિંદેની પોતાના દીકરા આર્યન ખાનનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી કરી છે. હાઈપ્રોફાઈલ વકીલ સતીશ માનશિંદે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા લગાવવામાં આવેલા આરોપો વિરૂદ્ધ શાહરૂથના દીકરાનો બચાવ કરશે. સતીશ માનશિંદે અનેક ટોપ બોલિવુડ સેલેબ્સના વકીલ રહી ચુક્યા છે.
તમામ ઝડપાયેલા આઠેય આરોપીઓ અલગ અલગ ગ્રુપમાં શિપ પર પહોંચ્યા હતા. આ માટે તેમના બાકીના સાથી જાે ડ્રગ્સનું સેવન કરી રહ્યા હતા,તેઓ રેડની સૂચના મળ્યા પછી તેઓ ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, બીજી તરફ આ મામલામાં દરોડા પાડી રહ્યા છે, અને વધુ ધરપકડ થાય તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.HS