Western Times News

Gujarati News

કિંજલનું બદલાયેલું રૂપ જાેઈને અનુપમાને આંચકો લાગશે

મુંબઈ: રાજન શાહીની સીરિયલ ‘અનુપમા’માં થોડા-થોડા દિવસે ટિ્‌વસ્ટ અને ટર્ન્સ જાેવા મળી રહ્યા છે. આગામી સમયમાં જે વળાંક આવવાનો છે તેનાથી ફેન્સને જબરદસ્ત ઝટકો લાગવાનો છે. અત્યારસુધીમાં દર્શકોએ અનુપમા અને તેની વહુ કિંજલને હંમેશા સંપીને રહેતા અને મા-દીકરીની જેમ વર્તતા જાેઈ છે. અનુપમા કિંજલને દીકરીની જેમ રાખે છે, તો કિંજલ પણ આખો દિવસ અનુપમાની આગળ-પાછળ ‘મમ્મી…મમ્મી’ કરતી ફરતી રહે છે. અનુપમા જ્યારે કોઈ ર્નિણય લેતી અને આખો શાહ પરિવાર તેની વિરુદ્ધ થઈ જતો ત્યારે એકલી કિંજલને તેનો પક્ષ લેતી જાેવા મળી હતી.

જાે કે, હવે આમ નહીં જાેવા મળે. આગામી સમયમાં અનુપમા અને કિંજલ વચ્ચે વિખવાદ થતો જાેવા મળવાનો છે. બંને વચ્ચેના સંબંધો તોડવા પાછળ કાવ્યા મોટો ફાળો ભજવશે. અનુપમા’ સીરિયલના મેકર્સે અપકમિંગ એપિસોડનો પ્રોમો શેર કર્યો છે. જેમાં જાેઈ શકાય છે કે, અનુપમા નોકરીએ જઈ રહી છે અને તે જતાં-જતાં કિંજલને કહે છે ‘કિંજલ બેટા, મેં કઢી-ભાત અને ઢોકળા બનાવી દીધા. તું માત્ર રોટલી કરી દેજે’. બાદમાં કિંજલ રસોડામાં કામ કરતી હોય ત્યારે કાવ્યા આવે છે અને કહે છે કે ‘જ્યારથી કિંજલ નોકરી કરવા લાગી છે ત્યારથી બધો ભાર તારા પર આવી ગયો છે. મને લાગે છે

આ ઘરને અનુપમા ૨ મળી ગઈ છે’. બધા ડિનર ટેબલ પર જમવા બેઠા હોય ત્યારે અનુપમા ડબ્બો ખોલે છે અને કહે ‘બેટા રોટલી નથી બનાવી?’ તો કિંજલ કહે છે ‘રોજ રોટલી બનાવવી જરૂરી છે?’ તો અનુપમાએ કહ્યું ‘બા-બાપુજીને રોટલી ખાવાની આદત છે એટલે’. જેના જવાબમાં કિંજલે કહ્યું ‘આદત બદલી તો શકાય જ ને મમ્મી’. તેની વાત સાંભળીને અનુપમા, બા, બાપુજી, પાખી અને તોષુ ચોંકી જાય છે. બા-બાપુજીને ખોટુ લાગતાં તેઓ જમ્યા વગર જતાં રહે છે.

કાવ્યા આવીને કહે છે ‘આ તો શરૂઆત છે અનુપમા. આગળ-આગળ જાેતી જા શું થાય છે. કિંજલનું પાત્ર ભજવનાર નિધિ શાહે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. જેના પર અનઘા ભોસલે (નંદિની), તસનીમ નેરુકરએ (રાખી દવે) કોમેન્ટ કરી છે. આ સિવાય ફેન્સના રિએક્શન પણ સામે આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.